+

શ્રીલંકાને હરાવી ટીમ ઈન્ડિયાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અફઘાનિસ્તાન ટીમની કરી બરાબરી

શ્રીલંકાના ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20 મેચ પણ ભારતે જીતી મેળવી છે. આ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતે આ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. આ છેલ્લી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રેયસ અય્યરને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ટીમ ઈàª

શ્રીલંકાના ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20 મેચ પણ ભારતે જીતી મેળવી છે. આ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતે આ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. આ છેલ્લી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રેયસ અય્યરને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ એક રેકોર્ડ પણ બનાવ્યો છે. 

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પોતાનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. ભારત હવે સૌથી વધુ સતત T20I મેચ જીતનારી સંયુક્ત પ્રથમ ટીમ બની ગઈ છે અને આ મામલે તેણે અફઘાનિસ્તાનની બરાબરી કરી છે. ભારતે રવિવારે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં શ્રીલંકાને છ વિકેટે હરાવીને સતત 12મી T20I મેચ જીતી લીધી છે. ભારત અને અફઘાનિસ્તાન હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 12 મેચ જીતીને સંયુક્ત રીતે ટોચ પર છે.

T20 વર્લ્ડ કપ 2021માં રનર્સ-અપ ન્યૂઝીલેન્ડના હાથે પરાજય બાદ ભારત એકપણ મેચ હારી નથી. રોહિતની કપ્તાની હેઠળ, ટીમે ત્રણ મેચની T20I શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સામે 3-0થી, વેસ્ટ ઈન્ડિઝ સામે 3-0થી અને હવે શ્રીલંકા સામે 3-0થી ક્લીન સ્વીપ હાંસલ કર્યું હતું. આ પહેલા ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં સતત 7 T20 મેચ જીતી હતી.
ભારતની સતત 12 T20I જીત
અફઘાનિસ્તાન સામે 66 રને
સ્કોટલેન્ડ સામે વિકેટે
નામિબિયા સામે 9 વિકેટે
ન્યૂઝીલેન્ડ સામે 5 વિકેટે
ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે
ન્યૂઝીલેન્ડ સામે 73 રન
વેસ્ટ ઈન્ડિઝ સામે 6 વિકેટે
વેસ્ટ ઈન્ડિઝ સામે 8 રને
વેસ્ટ ઈન્ડિઝ સામે 17 રને
શ્રીલંકા સામે 62 રને
શ્રીલંકા સામે 7 વિકેટે
શ્રીલંકા સામે 6 વિકેટે
વિરાટ કોહલીની કપ્તાની હેઠળ T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 66 રનની જીત સાથે ભારતની સતત મેચ જીતવાનો સિલસિલો શરૂ થયો હતો. તે પછી રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ કરીને તેને વધુ આગળ લઈ લીધું. રોહિતે હવે શ્રીલંકા સામે પણ ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચી દીધો છે.
Whatsapp share
facebook twitter