Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ED ના રડારમાં આવી તમન્ના ભાટિયા,મહાદેવ સટ્ટાકાંડમાં થશે મોટો ખુલાસો!

08:43 PM Oct 17, 2024 |
  • EDના રડામાં આવી તમન્ના ભાટિયા
  • મહાદેવ સટ્ટાકાંડમાં તમન્ના ભાટિયાની થઈ પૂછપરછ
  • મહાદેવ સટ્ટાબાજી એપ 38 લોકોના સંડોવણી

ED:અભિનેત્રી તમન્ના ભાટિયા(Tamannah Bhatia)ની મુશ્કેલીઓ વધી રહી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેત્રીનું નામ સામે આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ગુવાહાટી ઓફિસમાં ફિલ્મ અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી છે. અભિનેત્રી હાલમાં જ ફિલ્મ ‘સ્ત્રી 2’ના કારણે ચર્ચામાં હતી, જેમાં તેનું ગીત ‘આજ કી રાત’ ટ્રેન્ડ કરી રહ્યું હતું. તમન્ના ભાટિયા ગુરુવારે 17 ઓક્ટોબરે ગુવાહાટીમાં ED સમક્ષ હાજર થઈ હતી. તેના પર મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપ્લિકેશનની સપોર્ટિંગ એપ પર IPL મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ મામલે EDએ સમન્સ પાઠવ્યું હતું. તમન્ના લગભગ 1.30 વાગ્યે ગુવાહાટીમાં ED ઓફિસ પહોંચી અને તેની માતા પણ તેની સાથે હતી. અભિનેત્રીએ કથિત રીતે ફેરપ્લે સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવાનો પ્રચાર કર્યો છે.

 

15 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો અંદાજ છે

‘ફેરપ્લે’ એ એક સટ્ટાબાજીનું વિનિમય પ્લેટફોર્મ છે જે વિવિધ રમતો અને મનોરંજન દ્વારા જુગારને પ્રોત્સાહન આપે છે. તે મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપની સહાયક એપ્લિકેશન છે જે ક્રિકેટ, પોકર, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ કાર્ડ ગેમ્સ જેવી વિવિધ લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ બીજી વખત છે જ્યારે મહાદેવ બેટિંગ એપ કેસની ગરમી તમન્ના સુધી પહોંચી છે. આ વર્ષે એપ્રિલમાં મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ફેરપ્લે એપ પર IPL મેચોને પ્રમોટ કરવાના આરોપમાં તેને સમન્સ મોકલવામાં આવ્યું હતું. મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડે ઘણું ધ્યાન ખેંચ્યું છે. 15 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો અંદાજ છે, જેની તપાસ ચાલી રહી છે.

 

અગાઉ પણ તપાસ કરવામાં આવી હતી

એપ્રિલમાં તેને મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા મહાદેવ સટ્ટાબાજીની એપ્લિકેશનની પેટાકંપની, ફેરપ્લે એપ્લિકેશન પર IPL મેચોને પ્રમોટ કરવાના આરોપમાં સમન્સ મોકલવામાં આવ્યો હતો. મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અધિકારીઓએ આશરે રૂ. 15,000 કરોડના કૌભાંડની તપાસ કરી છે. ક્રિકેટ ટુર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તા વાયાકોમ 18ની પરવાનગી વિના આ એપ કથિત રીતે IPL મેચોને ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ કરતી હતી, જેના કારણે ભારે નાણાકીય નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં હવે આ મામલે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ  વાંચો –Emergency ફિલ્મ વિવાદનો આવ્યો અંત,આ તારીખે સિનેમાઘરોમાં થશે રિલીઝ

સંડોવણીમાં 38 લોકોના નામ સામે આવ્યા છે

તમન્ના ભાટિયા કથિત રીતે ફેરપ્લે એપ સાથે જોડાયેલી હતી, જેના કારણે વાયાકોમને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવાય છે. મહાદેવની તેની સબસિડિયરી કંપનીની એપને સપોર્ટ કરવા બદલ તપાસ કરવામાં આવી હતી. મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં 38 થી વધુ લોકોની સંડોવણી બહાર આવી છે. આ મામલો મોટી નાણાકીય છેતરપિંડી સાથે સંબંધિત છે. એપ્લિકેશન, Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જે રમતગમત અને મનોરંજન સટ્ટાબાજીના વિકલ્પોની શ્રેણી ઓફર કરે છે.

તમન્ના ભાટિયા ફેરપ્લે એપ સાથે સંકળાયેલી હતી

આ એપ પર સત્તાવાર પ્રસારણકર્તા વાયાકોમ 18ની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે IPL મેચોનું સ્ટ્રીમિંગ કરવાનો આરોપ છે. જેના કારણે સત્તાવાર પ્રસારણકર્તાને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, તમન્ના ભાટિયા ફેરપ્લે એપ સાથે સંકળાયેલી હતી. આ એપથી વાયકોમને 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડમાં 38 થી વધુ લોકોના નામ સામે આવ્યા છે. છત્તીસગઢની પૂર્વ કોંગ્રેસ સરકાર અને ભૂપેશ બઘેલ પર પણ આરોપીઓને મદદ કરવાનો આરોપ હતો. જોકે, તેમણે આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને કાવતરું ગણાવીને વિપક્ષ પર સવાલો ઉઠાવ્યા હતા.