+

અમદાવાદમાં ગંદકી ફેલાવનારા એકમો સામે તંત્રની લાલ આંખ

અમદાવાદમાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે તંત્ર સાબદુ થઇ ગયું છે. ગંદકી ફેલાવનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારા એકમો સામે સોલિડ વેસ્ટ વિભાગની સતત કાર્યવાહી કરી રહ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ફરીવાર શહેરમાં આવેલા 259 એકમોને નોટીસ ફટકારવામાં આવી છે, સાથે જ દંડના ભાગરુપ 1 લાખ 11 હજાર રુપિયાનો વહીવટી ચાર્જ  પણ વસુલવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારà
અમદાવાદમાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે તંત્ર સાબદુ થઇ ગયું છે. ગંદકી ફેલાવનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારા એકમો સામે સોલિડ વેસ્ટ વિભાગની સતત કાર્યવાહી કરી રહ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ફરીવાર શહેરમાં આવેલા 259 એકમોને નોટીસ ફટકારવામાં આવી છે, સાથે જ દંડના ભાગરુપ 1 લાખ 11 હજાર રુપિયાનો વહીવટી ચાર્જ  પણ વસુલવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરના તમામ ઝોનમાં ગંદકી ફેલાવતા 175 એકમોને નોટીસ આપાઇ છે. 64200 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને લઈને 84 નોટીસો ફટકારવામાં આવી હતી.  

આવા એકમો સામે સતત ચેકિંગ અને કાર્યવાહી કરાવી જોઇએ તેવી લોકોની માંગ
ગત અઠવાડીયે પણ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા અમદાવાદમાં ગંદકી ફેલાવવા અને ગેરકાયદેસર પ્લાસ્ટિકના વપરાશને લઈને 210 એકમોને નોટિસ અપાઈ હતી. ત્યારે અમદાવાદના સાતેય ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ એકવાર ફરી એક્શન મોડ પર  જોવા મળ્યુ છે.  શહેરમાં ગંદકી ફેલાવનાર અને ગેરકાયદેસર પ્લાસ્ટિકના વપરાશ કરતા એકમો સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક વાર ફરી  એક વાર લાલ આંખ કરવામાં આવી છે. આ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 73800 રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. ત્યારે લોકોના મતે ગંદકી ફેલાવનાર આ આવા એકમો સામે સતત ચેકિંગ અને કાર્યવાહી થતી રહે તે પણ જરૂરી બને છે. 
Whatsapp share
facebook twitter