- સુરેન્દ્રનગરનાં (Surendranagar) તરણેતરના ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ
- મંત્રી મુળુભાઈ બેરા અને કુંવરજીભાઇ બાવળિયા મેળાને ખુલ્લો મૂકશે
- ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી મેળો ખુલ્લો મુકાશે
- આગામી 9 સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો
સુરેન્દ્રનગરનાં (Surendranagar) વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનાં ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ થવાનો છે. રાજ્યમંત્રી મુળુભાઈ બેરા (Mulubhai Bera) અને કુંવરજીભાઇ બાવળિયા ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરીને મેળાને આજે ખુલ્લો મૂકશે. તરણેતરનાં મેળામાં પશુ મેળો, રાસ ગરબા, હુડો રાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આ પણ વાંચો – Junagadh : બાંટવા સરાડીયા રોડ પર બની હચમચાવતી એવી ઘટના કે પોલીસે કરી દીધી નાકાબંધી, વાંચો વિગત
ત્રીનેતેશ્વર મહાદેવની પૂજા-અર્ચના બાદ મેળો ખુલ્લો મૂકાશે
સુરેન્દ્રનગરમાં (Surendranagar) યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનાં ભાતીગળ લોકમેળાની (Tarnetar No Melo) લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ મેળો આજથી પ્રારંભ થવાનો છે. રાજ્યનાં વન અને પર્યાવરણમંત્રી મુળુભાઈ બેરા તેમ જ પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળિયા (Kunvarjibhai Bavaliya) મેળાને ખુલ્લો મૂકશે. જો કે, આ પહેલા મંત્રીઓ ત્રીનેતેશ્વર મહાદેવની પૂજા-અર્ચના અને આરતી કરશે. આ મેળો 09 સપ્ટેમ્બર સુધી યોજાશે.
આ પણ વાંચો – Kandla Port પાસે ‘ગુનાહિત અડ્ડાઓ’ પર ચાલ્યું બુલડોઝર, રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી દબાણો હટાવાયા
મેળામાં ડ્રોન કેમેરા અને CCTV થી બાજ નજર
જણાવી દઈએ કે, મેળાને લઈને તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં સુરક્ષાને લઈ પોલીસ (Surendranagar Police) બંદોબસ્ત સાથે ડ્રોન કેમેરા અને CCTV નો ઉપયોગ પણ કરાયો છે, જેથી મેળામાં બાજ નજર રાખી શકાય. આ વખતે મેળામાં પશુ મેળો, રાસ ગરબા અને હુડો રાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે. સાંસદ ચંદુભાઈ શિહોરા (MP Chandubhai Shihora), ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશકુમાર પંડ્યા સહિતનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો – Bhavnagar SOG એ બે બોગસ ડૉક્ટરની કરી ધરપકડ, એક 12 પાસ અને તો માત્ર 8 પાસ