Gujarat ke Genius : થોડી મહેનતથી દિવ્યાંગો સામાન્ય જીવન જીવી શકે છે.પરંતુ સુરત ની અન્વી દિવ્યાંગો માટે રોલ મોડેલ છે.અન્વી ની શારીરિક અક્ષમતા હોવા છતાં તેણી સખત અને સતત મહેનત કરતી રહે છે.જેના કારણે તેણે કોઠાસૂઝથી યોગાસનમાં મહારથ મેળવી ‘ધ રબર ગર્લ’નું બિરૂદ પ્રાપ્ત કર્યું છે.
અન્વી યોગામાં એક બાદ એક સફળતા મેળવી
સુરતની દિકરી અન્વી ઝાંઝરૂકિયાને 2022માં ‘રાષ્ટ્રીય બાલિકા દિન’ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીયબાલ પુરસ્કાર-એનાયત કરવામાં આવ્યો હતો,આ અંગે અન્વી ના પિતા વિજય ઝાંઝરૂકિયા જણાવ્યું હતું કે દિકરી અન્વી નો જન્મ થયો ત્યારથી અનેક પ્રકારની શારીરિક અને માનસિક બિમારી સામે તે ઝઝૂમી રહી હતી,. જન્મજાત હૃદયની ખામી હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે, અને હાલ તેને માઇટ્રલ વાલ્વ લિકેજ છે.પરંતુ તેના ડોકટરે કહ્યું કે આવા બાળકો સ્પેશ્યલ હોય છે જે કઈક અનોખી સિધ્ધિ ધરાવે છે બસ એ શોધવાની જરૂર છે ત્યાર બાદ તેને સ્વીમીંગ માં નાખી,ડાન્સ માં મોકલી પરંતુ કઈક ફરક ન પડ્યો એક દિવસ અન્વી ની માતા ને વિચાર આવ્યો કે અનવી માથે પગ રાખી ને સુવે છે તો એને યોગ શીખવાડવા જોઈએ જેથી ત્યાર બાદ તેને યોગામાં એક બાદ એક આસન કરી સફળતા મેળવી હતી.
અન્વીએ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયને દેશભરમાંથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે 600 બાળકો તરફથી અરજીઓ મળી હતી.જેમાં વર્ષ-2022 માટે 29 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં ગુજરાતની એકમાત્ર અને સુરતની દીકરી અન્વીએ આ એવોર્ડ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું,. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ દીકરીને ‘બ્લોક ચેઈન ટેકનોલોજી’ દ્વારા એવોર્ડ તથા રૂપિયા એક લાખની ધનરાશિ એનાયત કરવામાં આવી હતી.એટલુજ નહિ જ્યારે તે વડા પ્રધાન મોદી ને મળવા ગઈ હતી ત્યારે પી એમ મોદી એ તેના યોગા ના આસનો કરવા કહ્યું અને સતત 4 મિનિટ એના આસન એક જગ્યા ઊભા રહી નિહાળ્યા હતા.
અન્વીને જિલ્લા અને રાજ્યકક્ષાએ સન્માનિત કરાઇ હતી
સુરત અને ગુજરાતનું ગૌરવ વધારનારી આ દિકરીને ગીર સોમનાથ જિલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવી હતી,અન્વીએ દિવ્યાંગ હોવા છતાં શાળા નું નામ રોશન કર્યું હોવાનો શાળા ના ટ્રસ્ટી પરેશ પટેલે આનંદ વ્યક્ત કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે અન્વી પોતે એક દિવ્યાંગ છે છતાં શાળા માં કોઈ દિવસ એનો ભેદભાવ નહિ કરાયો, તેણી જ્યારે શાળા એ આવતી ત્યારે સામાન્ય બાળકો સાથે બેસી ને ભણતી તેમને જોતી તેમના સાથે રહી પોતે પણ અભ્યાસ કરતી,તેના યોગ ના આસન જોઇ સો કોઈ તેને યોગ કરતા શીખવાડવા નું કહેતા,અને તે પોતાના આસનો કરતી જેને જોઈ શાળા ના શિક્ષકો ને ઓન તેણી ઉપર ખૂબજ ગર્વ થતો.
રાજ્યોના 6 જેટલા બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહન પુરૂં પાડયું હતું
૧૩ વર્ષની અન્વી ઝાંઝરૂકિયાને યોગાસનમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ 3 ડિસે.2021 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરી’માં નેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારા દેશભરના અલગ અલગ રાજ્યોના 6 જેટલા બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહન પુરૂં પાડયું હતું.જેમાં નું એક બાળક અન્વી હતી, પિતા વિજય અને માતા અવની એ તેમની પુત્રી દિવ્યાંગ હોવા છતાં તેને એક નવી ઓળખ આપવામાં રાત દિવસ એક કર્યો હતો જેમાં કારણે આજે અન્વી એક રબર ગર્લ ની ઓળખ ધરાવે છે.
આપણ વાંચો -સુરતનો યોગ પરિવાર જેણે ગુજરાતનો ડંકો વગાડ્યો…!