Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : શહેરમાં ગેમઝોન માટે હવે બદલાયા નિયમો!

03:54 PM Jul 31, 2024 | Harsh Bhatt
  • સુરત પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદ
  • શહેરમાં ગેમઝોન માટે સંચાલકોએ નવેસરથી લાયસન્સ પ્રક્રિયા કરવી પડશે
  • સુરત પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડયુ
  • પ્રથમ વખત 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું
  • જાહેરનામાના કડક નિયમોનું પાલન ગેમઝોનના માલિકોએ કરવાનું રહેશે

રાજકોટના TRP ગેમઝોન (RAJKOT TRP GAMEZOE) અગ્નિકાંડની ઘટનાને હજી સુધી કોઈ પણ ભૂલી શક્યું નથી. રાજકોટમાં બનેલી આ ઘટના બાદ સૌ લોકો મૃતકોને ન્યાય મળે તે માટે પોતે અવાજ ઉઠાવી રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ તંત્ર પણ હવે ફરી વખત આવી ઘટના ન બને તેની તકેદારી રાખી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ (SURAT POLICE) દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સુરત પોલીસ (SURAT POLICE) દ્વારા શહેરમાં ગેમઝોન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

પ્રથમ વખત 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું

સુરત પોલીસ (SURAT POLICE) દ્વારા આજે બહાર પાડવામાં આવેલા જાહેનામા અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડયુ છે અને તેના અનુસાર શહેરમાં ગેમઝોન માટે સંચાલકોએ નવેસરથી લાયસન્સ પ્રક્રિયા કરવી પડશે. 63 પાનાનું જાહેરનામું સુરત દ્વારા પ્રથમ વખત બહાર પાડવામાં આવ્યું છે. વધુમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે – જાહેરનામાના કડક નિયમોનું પાલન ગેમઝોનના માલિકોએ કરવાનું રહેશે અને જે ગેમઝોનના માલિકો પાસે હાલ લાઇસન્સ છે, તેમને પણ નવેસરથી લાઇસન્સ લેવું પડશે. વધુમાં જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, અલગ અલગ ગેમની અલગથી પરમિશન લેવી પડશે અને જેનું ઇન્સ્પેક્શન, લાઇસન્સ સહિતની પ્રક્રિયા પણ કરવાની રહેશે.

GAME ZONE માટે હવે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ ફરજિયાત

સુરતમાં રાજકોટમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન કોઈ પણ ભોગે ન થાય તે માટે આ જાહેરનામામાં કેટલાક તકેદારીના પગલા અનુસરવાની ફરજ પાડવામાં આવી છે. ગેમઝોન સેન્ટરમાં સુરક્ષા માટે એક્સપર્ટનો અભિપ્રાય લેવાની પણ ફરજ પાડવામાં આવી છે. વધુમાં ગેમઝોન માલિકોએ ફરજીયાતપણે થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ લેવાનું રહેશે તેવો ઉલ્લેખ પણ આ જાહેરનામામાં કરવામાં આવ્યો છે. ગેમઝોનના માલિકોએ અકસ્માત થાય અને તેમાં કોઇનું મોત નિપજે અથવા કોઇને કાયમી ખોડખાપણ થાય તો તે માટે 10 લાખ રૂપિયાનો વીમો લેવાનો રહેશે

આ પણ વાંચો : ડોક્ટર OYO રૂમમાં યુવતી સાથે માણી રહ્યો હતો મજા, અચાનક ત્રાટક્યો યુવતીનો પતિ અને..