Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : મેઘાની તોફાની બેટિંગ! ઉધના, વેસુ, જૂની RTO રોડ પર ઘૂંટણસમા પાણી!

05:53 PM Sep 25, 2024 |
  1. સુરતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
  2. રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ, ઉધના દરવાજામાં ભરાયા પાણી
  3. વેસુ, જૂની RTO રોડ પર વરસાદી પાણી ભરાયા
  4. અનેક વાહનો બંધ થતાં વાહનચાલકોને હાલાકી

સુરતમાં (Surat) આજે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદનાં કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જૂની RTO રોડ પર વરસાદી પાણી ભરવાનાં કારણે ભારે ટ્રાફિક જામનીની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ વરસાદ વચ્ચે મેદાને ઉતર્યા હતા અને ટ્રાફિક જામને (Traffic Jam in Surat) ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો –Ahmedabad : વક્ફની જેમ હિન્દુ બોર્ડ પણ હોવું જોઈએ : મહંત પરમાત્માનંદજી સરસ્વતી

સુરતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

સુરતમાં (Surat) આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ધોધમાર વરસાદ થતાં શહેરનાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. માહિતી મુજબ, શહેરનાં રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ (Ring Road Textile Market), જૂની RTO રોડ, ઉધના દરવાજા, અઠવાલાઇન્સ, મજુરા ગેટ અને વેસુનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

આ પણ વાંચો – Navsari: બોયફ્રેંડ સાથે હોટલમાં ગયેલી યુવતીનું શરીરસુખ માણતા થયું મોત…

વરસાદી પાણી ભરાતા સ્કૂલ બસ બંધ પડી

વરસાદી પાણી ભરાતાં વાહનચાલકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાક વાહનો બંધ પડી જતાં ચાલકોને ભારે મુશ્કેલી થઈ હતી. જૂની RTO રોડ (Old RTO Road) પર વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓએ વરસાદ વચ્ચે ટ્રાફિક જામને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. માહિતી મુજબ, વરસાદી પાણી ભરવાનાં કારણે સ્કૂલ બસ પણ બંધ પડી હતી.

આ પણ વાંચો –VADODARA : પૂરગ્રસ્ત વેપારીઓને રૂ. 12 કરોડની સહાયની સીધી બેંક ખાતામાં ચૂકવણી