Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Stone Pelting : પોલીસની હાજરીમાં વાહનોને આગચાંપી! આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે

02:40 PM Sep 10, 2024 |
  1. સુરતમાં થયેલી આગચંપીનો વધુ એક વીડિયો સામે આવ્યો
  2. સૈયદપુરામમાં પથ્થરમારા બાદ અસમાજિક તત્વોએ આગચંપી
  3. પોલીસની 500 મીટર દૂર હાજરીમાં વાહનો સળગાવ્યા

સુરતનાં સૈયદપુરા (Syedpura) વિસ્તારમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા (Surat Stone Pelting) મામલે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. પથ્થરમારો કરતા અસામાજિક તત્વોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. હુલ્લડબાજો દ્વારા આગચંપીનો વાઇરલ વીડિયો સામે આવ્યો છે. અહેવાલ મુજબ, પોલીસ જવાનોની હાજરીનાં માત્ર 500 મીટર દૂર અસામાજિક તત્વો દ્વારા વાહનો સળગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –Surat Stone Pelting : આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે, પો. કમિશનરની શાંતિ સમિતિ સાથે બેઠક, સરકારને સોંપાયો રિપોર્ટ

હુલ્લડબાજોનો વધુ એક વીડિયો આવ્યો સામે

સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં થયેલા ગણેશ પંડાલ પર પથ્થરમારાની (Surat Stone Pelting) ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો છે. કેન્દ્ર સરકાર સુધી આ ઘટનાની નોંધ લેવાઈ છે. આ ઘટના બાદ સુરત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી જવાબદાર 28 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ વિસ્તારને કોર્ડન કરી બાનમાં લીધું છે. જો કે, હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે. પરંતુ, આ વચ્ચે પથ્થરમારો કરનારા હુલ્લડબાજોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાય છે કે કેટલાક લોકો પોલીસ જવાનોની હાજરીનાં માત્ર 500 મીટર દૂર વાહનો સળગાવી રહ્યા છે.

આ પણ વાંચો –Gujarat : દુષ્કર્મનાં અલગ-અલગ કેસમાં બે નરાધમોને કોર્ટે ફટકારી આકરી સજા અને દંડ, વાંચો વિગત

આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ

પોલીસનો (Surat Police) ડર ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બનતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જ્યારે વાહનચાલકો પોતાનાં વાહનો બચાવવા માટે દોડધામ કરી હતી. જો કે, આ વીડિયોનો હવે ઉપયોગ કોર્ટમાં પુરાવા તરીકે થઈ શકે છે. જણાવી દઈએ કે આજે સુરત પોલીસ ઝડપેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરશે.

આ પણ વાંચો –Ahmedabad Police ની વધુ એક કાબિલેદાદ કામગીરી, આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને જાહેરમાં..!