Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: પાંડેસરાના કોર્પોરેટર શરદ પાટિલનો વીડિયો વાયરલ, હપ્તો માંગવાનો લાગ્યો આક્ષેપ

11:04 AM Sep 30, 2024 |
  1. વીડિયોમાં સ્થાનિકોનો કોર્પોરેટર પર હપ્તા માંગતો હોવાનો કથિત આરોપ
  2. વોર્ડ નં.28ની હીરાનગર સોસાયટીના વીડિયોથી ખળભળાટ
  3. આ ખોટી વાત છે, હું તો રાઉન્ડ પર ગયો હતો: કોર્પોરેટર

Surat: સુરતના એક કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ હપ્તા માંગતા હોવાનું વીડિયોમાં કહેવાઈ રહ્યું હતું. તો આખરે તેમાં હકીકત શું છે? શું સુરતના આ કોર્પોરેટર ખરેખર હપ્તો માંગી રહ્યાં છે? નોંધનીય છે કે, સુરત (Surat)ના પાંડેસરાના કોર્પોરેટર શરદ પાટિલનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્થાનિકોનો કોર્પોરેટર પર હપ્તા માંગતો હોવાનો કથિત આરોપ લગાવવામાં આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં કહેવાઈ રહ્યું છે કે, ‘જુઓ..… આ હપ્તો માગે છે’ આના કારણે અત્યારે ચર્ચા જોર પકડ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: ચાણક્યપુરીમાં આતંક મચાવનાર 15 અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરાયો

વોર્ડ નંબર 28ની હીરાનગર સોસાયટીના વીડિયોથી ખળભળાટ

નોંધનીય છે કે, વોર્ડ નંબર 28ની હીરાનગર સોસાયટીના વીડિયોથી ખળભળાટ મચી જવા પામ્યો છે. કોર્પોરેટર પાછળ મહિલા અને બે-ત્રણ પુરુષ દોડતા જોવા મળ્યા હતા. જેઓ વીડિયો ઉતારીને કહી રહ્યાં હતા કે આ કોર્પોરેટર હપ્તો માંગવા માંગવા માટે આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ વીડિયો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે. જો કે, આ સમગ્ર ઘટનાને કોર્પોરેટરે ખોડી અને પાયા વિહોણી ગણાવી છે.

આ પણ વાંચો: ગરબાના રંગમાં મેહુલિયો પાડી શકે છે ભંગ! નવરાત્રિમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી

રસ્તાનું કામ મંજૂર થતાં હું સોસાયટીના લોકોને કહેવા ગયો હતો: કોર્પોરેટરે

મીડિયા સાથે વાત કરતા કોર્પોરેટરે જણાવ્યું કે, આ ખોટી વાત છે, હું તો રાઉન્ડ પર ગયો હતો. રસ્તાનું કામ મંજૂર થતાં હું સોસાયટીના લોકોને કહેવા ગયો હતો. હું રાઉન્ડ પર હતો ત્યારે આ તમામ દેખાયા હતા. આથી મેં જાહેર માર્ગ પર લડાઇ ન કરવા સમજાવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે, ‘તેઓને રસ્તા પર લડાઇ ન કરવા કીધું હતું, બાકી બધી વાત ખોટી છે’

આ પણ વાંચો: Bhavnagar: શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, નજીકના 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું