+

સુરતમાં ઝડપાયું મસમોટું કૌભાંડ, ABG શીપયાર્ડે 22,842 કરોડ રૂપિયાનું ફેરવ્યું ફુલેકું

સુરતમાંથી ઝડપાયું મહાકૌભાંડ  ABG શિપયાર્ડ લિમિટેડ જહાજ નિર્માણ માટે જાણિતી કંપનીએ અધધધ 22 હજાર કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ કંપની દેશમાં જહાજ નિર્માણ અને સમારકામનું કામ કરે છે. કંપનીના ગુજરાતના સુરત અને દહેજમાં યાર્ડ પણ છે. એબીજી શિપયાર્ડ સામે CBIએ ગુનો દાખલ કર્યો છે. કંપની સામે 22,842 કરોડના નાણાકીય ગેરરીતિનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ àª
સુરતમાંથી ઝડપાયું મહાકૌભાંડ 
 ABG શિપયાર્ડ લિમિટેડ જહાજ નિર્માણ માટે જાણિતી કંપનીએ અધધધ 22 હજાર કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ કંપની દેશમાં જહાજ નિર્માણ અને સમારકામનું કામ કરે છે. કંપનીના ગુજરાતના સુરત અને દહેજમાં યાર્ડ પણ છે. એબીજી શિપયાર્ડ સામે CBIએ ગુનો દાખલ કર્યો છે. કંપની સામે 22,842 કરોડના નાણાકીય ગેરરીતિનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. જો આ ગુનો સાબિત થાય તો  બેન્કો સાથેનું સૌથી મોટું કૌભાંડ સાબિત થશે. CBIએ એબીજી શિપયાર્ડ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
 
કંપનીના ડિરેકટર્સ સામે ફરિયાદ
કંપની સામે વર્ષ  2012-2017માં 28 બેંકો અને ફાયનાન્સિયલ કંપનીના નાણાનો દુરપયોગ કરવાનો આરોપ છે. CBIએ શિપયાર્ડ સામે 22,842 કરોડના નાણાકીય ગેરરીતિ આચરી હોવાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બેન્કો સાથે સૌથી મોટું કૌભાંડ આચર હોવાની CBIએ ફરિયાદ કરી છે. 
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી
 આ કૌંભાડમાં 28 જેટલી બેંકો અને નાણાકીય સંસ્થાઓ કથિત રીતે ભોગ બની છે. CBIની FIRમાં જણાવાયું છે કે, આ સંસ્થાઓએ આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી છે. બેંકનું કહેવું છે કે, કંપની પર રૂ. 2,925 કરોડ રૂપિયાનું દેવું છે. અન્ય બેંકોમાં ICICI બેંક (રૂ. 7,089 કરોડ), IDBI બેંક (રૂ. 3,634 કરોડ), બેંક ઓફ બરોડા (રૂ. 1,614 કરોડ), PNB (રૂ. 1,244 કરોડ અને IOB (રૂ. 1,228 કરોડ)નો સમાવેશ થાય છે.

2012-17ના સમયગાળા દરમિયાન આ કેસના આરોપીઓએ એકસાથે મળીને ફંડને અન્યત્ર વાપરીને નાણાનો ગેરઉપયોગ અને વિશ્વાસભંગ સહિતનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું ફોરેન્સિકની તપાસમાં સામે આવ્યું છે.

Whatsapp share
facebook twitter