Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : અકસ્માતમાં વેપારીના મોત મામલે પોલીસનું ચોંકાવનારું નિવેદન! કહ્યું – આરોપી વિરૂદ્ધ અગાઉ..!

05:20 PM Oct 20, 2024 |
  1. Surat માં અકસ્માતમાં વેપારીનાં મોત મામલે પોલીસનું નિવેદન
  2. ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જ્યો
  3. મામલામાં આરોપીની ધરપકડ કરાઇ છે : PI
  4. ‘અગાઉ પણ આરોપી વિરૂદ્ધ 3 ગુના નોંધાયા છે’

સુરતનાં (Surat) રિંગરોડ વિસ્તારમાં સર્જાયેલા એક અકસ્માતમાં કાપડનાં વેપારી સંજય ધૂતનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે અકસ્માત સર્જનાર આરોપીની ધરપકડ કરી છે અને પોલીસનાં જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ પણ 3 ગંભીર પ્રકારનાં ગુનાઓ નોંધાયેલા છે. કારમાંથી મળેલી વસ્તુઓ FSL માં મોકલાશે. સાથે સો. મીડિયા પર વાઇરલ વીડિયોની (Viral Videos) તપાસ કરાશે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – Porbandar : કુખ્યાત Bhima Dula ને ફરી એકવાર મળ્યા જામીન

રિંગરોડ અકસ્માતમાં વેપારીના મોતનો મામલો

સુરતનાં (Surat) રિંગરોડ વિસ્તારમાં થોડા દિવસ પહેલા સવારે સાડા 6 થી 7 વાગ્યાનાં દરમિયાન સિટી લાઇટ ખાતે રહેતા સંજય ધૂત સ્ટેશને જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે સંજયભાઈને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સંજય ધૂતનું મોત નીપજ્યું હતું. આ કેસમાં હવે પોલીસે અકસ્માત સર્જનાર આરોપીની ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં PI કે.ડી. જાડેજાનાં (PI K.D. Jadeja) જણાવ્યા મુજબ, આ કેસમાં આરોપી દેવ કેતન ડેરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ અગાઉ ઉમરા પોલીસ મથકમાં (Umra Police Station) 2 અને પાલ પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે.

આ પણ વાંચો – Ahmedabad : અસારવાની મિલનાં કમ્પાઉન્ડમાં ગોઝારો અકસ્માત, શ્રમિકનું મોત

મામલામાં આરોપીની ધરપકડ કરાઇ છે : PI

પીઆઈએ આગળ જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ હવે કુલ 4 ગુનો નોંધાયા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે એક્ટિવાચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે, કારની સ્પીડ બાબતે RTO નું સર્ટિફિકેટ મેળવવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોની તપાસ પણ કરવામાં આવશે. આરોપીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા અંગેની કાર્યવાહી પણ કરાશે. ઉપરાંત, કારમાંથી મળી આવેલ કોલ્ડ્રિંક્સની બોટલ FSL માં મોકલાશે. FSL નો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો – VADODARA : “લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરોનો ખાતમો અનિવાર્ય” – રાજ શેખાવત