Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ

09:56 AM Sep 16, 2024 |
  1. બાળકી રમતા રમતા 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ
  2. તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢી
  3. બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા

Surat: બાળકો ગમે ત્યા અને ગમે તે રીતે રમતા હોય છે. તેમનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. બાળકોની સારસંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં એક આવી જ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ છે. નોંધનીય છે કે, બાળકી રમતા રમતા 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી.

આ પણ વાંચો: Gondal નાગરિક બેંકની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપનો વિજય થતા ઉજવણીનો માહોલ

ડૉક્ટરે એક્સરે કરાતા પેટમાં મણકાની માળા દેખાઈ

નોંધનીય છે કે, માળા ગળી જતા બાળકીને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ હતી. પરિવાર બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ડૉક્ટરે એક્સરે કરાતા પેટમાં મણકાની માળા દેખાઈ હતી. જેથી હોસ્પિટલના તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી માળા બહાર કાઢી લેવામાં આવી છે. ડૉક્ટરના જણાવ્યાનુસાર કે, માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા. જો કે, ડૉક્ટરોએ આંતરડાના કાળા રિપેર કરી બાળકીનો જીવ બચાવી લીધો હતો.

આ પણ વાંચો: Navratri 2024: નવરાત્રીને લઈને પોલીસની સૌથી મોટી હેલ્મેટ ડ્રાઇવ, હેલમેટ વિના નીકળ્યા તો 500નો દંડ

માતા પિતાએ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણે કે, બાળકો શું કરી રહ્યા છે? આ ઘટનાએ માતા પિતાને ફરી એકવાર ચોંકાવ્યા છે. સુરત (Surat)માં માત્ર દોઢ વર્ષની બાળકી માળા ગઈ હતી અને ત્રણ દિવસ સુધી હેરાન થઈ હતી. પછી ડૉક્ટરોની અથાગ મહેનતના કારણે બાળકીનો જીવ બચી ગયો છે. પરંતુ આ ઘટના પરથી અન્ય વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: ‘સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો’ તમામ પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ