Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: મનપાના બહુ ચર્ચીત લીલ કૌભાંડ કેસમાં તમામ આરોપી નિર્દોષ, જાણો સંપૂર્ણ વિગત

10:56 PM Sep 14, 2024 |
  1. બહુ ચર્ચીત લીલ કૌભાંડ કેસમાં તમામ આરોપી નિર્દોષ
  2. સુરત મનપામાં વર્ષ 1996માં થયું હતું લીલ કૌભાંડ
  3. રૂ. 86.21 લાખનું બહુ ચર્ચીત લીલ કૌભાંડ થયું હતું

Surat Municipal Corporation ને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. સુરત મહાનગરપાલિકામાં એક કૌભાંડ થયું હતું. જેની ખુબ લાંબી ચર્ચાઓ પણ થઈ હતી. જેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. મનપાના બહુ ચર્ચીત લીલ કૌભાંડના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે. નોંધનીય છે કે, સુરત મનપામાં વર્ષ 1996માં લીલ કૌભાંડ થયું હતું. વિગતે વાત કરીએ તો રૂપિયા 86.21 લાખનું બહુ ચર્ચીત લીલ કૌભાંડ થયું હતું.

આ પણ વાંચો: Ambaji: ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર, આજે 4.89 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા

14 આરોપીઓને શંકાનો લાભ મળતા નિર્દોષ છૂટકારો

ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં 14 કર્મચારીઓ સહિત 17 સામે ગુનો નોંધાયો હતો. આ લીલ કૌભાંડ કેસના 3 આરોપીઓ મૃત્યુ પામ્યા છે. નોંધનીય છે કે, 14 આરોપીઓને શંકાનો લાભ મળતા નિર્દોષ છૂટકારો મળ્યો છે. પરંતુ ચર્ચાની વાત એ છે કે, સુરત તાપી નદીમાં હજુ પણ લીલ કૌભાંડની આશંકા વર્તાઈ રહીં છે. વર્ષ 1996માં સુરત મહાનગર પાલિકામાં રૂપિયા 86.21 લાખના બહુ ચર્ચીત લીલ વેલ કૌભાંડ થયું હતું. જેની રાજ્યભરમાં ચર્ચાઓ અને તર્ક વિતર્ક થયા હતા.

આ પણ વાંચો: Bharuch: ત્રણ ઘટનાઓની ચોંકાવનારી હકીકત! સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતી સગીરાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

લીલ કૌભાંડના બાકીના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર

મળતી વિગતો પ્રમાણે આ લીલ કૌભાંડ કેસના 3 આરોપીઓ વિજય પાઠક, ડો.રૂદ્રપ્રતાપ સિંહા અને ગુણવંત પટેલ મૃત્યુ પામ્યા છે. જ્યારે બાકીના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આ કૌભાંડમાં કુલ 17 આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બાકીના હયાત 14 આરોપીઓને શંકાનો લાભ મળતા નિર્દોષ છૂટકારો મળ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad-Gandhinagar Metro: 16 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદી કરશે Metro Phase-2 નો શુભારંભ, જાણો સંપૂર્ણ વિગત