- સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થતાં તંગદિલી
- કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવેઃ કાંતિ બલર
- આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છેઃ મુકેશ દલાલ
સુરતનાં (Surat) સૈયદપુરા વરિયાળી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. અહીં, ગઈકાલે રાતે 4 થી 5 અસામાજિક તત્વોએ ગણેશ પંડાલ પર પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે મામલો ઊગ્ર બનતા શહેરનાં પોલીસ કમિશનર અને મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય કાંતિ બલર, સાંસદ મુકેશ દલાલ સહિત કેટલાક અન્ય નેતાઓ, અગ્રણીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ સાંસદ મુકેશ દલાલે કહ્યું કે, આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કંતિ બલરે કહ્યું કે, કોઈ ચમરપંથીઓને છોડવામાં નહીં આવે.
DCP, બે પોલીસકર્મી સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત
ગઈકાલે સુરતનાં સૈયદપુરામાં ગણેશ પંડાલ પર કેટલાક વિધર્મી અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સુરતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ હિન્દુ સમુદાયમાં પણ ઊગ્ર રોષ જોવા મળ્યો હતો. વિસ્તારમાં અજારકતા ફેલાતા મોટી રાતે સુરત પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મુજબ, આ કાર્યવાહીમાં DCP વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારાની ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકો દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં બે રિક્ષા અને ત્રણ બાઈકમાં તોડફોડ કરાઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો – Surat: ગણેશ પંડાલ પર પથ્થરમારાના ગંભીર પડઘા, સગીર વયના 14 આરોપીઓની અટકાયત
શાંતિ ડહોળાય તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં : સાંસદ મુકેશ દલાલ
આ ઘટનામાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેમને પણ ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. કાંતિ બલરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. બીજી તરફ સાંસદ મુકેશ દલાલે પણ ઘટનાસ્થળે પહોંચી ચિતાર મેળવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઘટનાને અત્યંત નિંદનીય છે. આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં તમામ ખુલાસા થશે. શાંતિ ડહોળાય તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.
આ પણ વાંચો – Surat માં લોકો થયા છે બેકાબૂ, શાંતિ પ્રિય ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન, પોલીસનો Action Mode On
સુરતનાં સૈયદપુરા વરિયાળી બજારમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં શું થયું ? અહીં જાણો પળેપળનો ઘટનાક્રમ…
> રાત્રે 10.15 કલાકે સુરતમાં વરિયાવી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરાયો
> રાત્રે 10.20 કલાકે ગણેશ પંડાલ પર લઘુમતી કોમનાં ટોળાએ પથ્થરમારો કર્યો
> રાત્રે 10.22 કલાકે 4 થી 5 વ્યક્તિઓએ શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારો કર્યો
> રાત્રે 10.30 કલાકે મૂર્તિ ખંડિત થતાં લોકો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા
> રાત્રે 10.35 કલાકે પથ્થરમારાથી રોષે ભરાયેલાં યુવાનો પહોંચ્યા પોલીસ મથકે
> રાત્રે 10.40 કલાકે યુવકોએ સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો
> રાત્રે 11.00 કલાકે સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
> રાત્રે 11.15 કલાકે CP, ઉચ્ચ પો. અધિકારીઓ કાફલા સહિત ઘટનાસ્થળે પહોંચ્યા
> રાત્રે 11.20 કલાકે ધારાસભ્ય કાંતિ બલર દ્વારા લોકોને સમજાવવા પ્રયાસ કરાયો
> રાત્રે 11.25 કલાકે સુરતનાં સાંસદ મુકેશ દલાલ સૈયદપુરા વિસ્તારમાં પહોંચ્યા
> રાત્રે 11.30 કલાકે જે વિસ્તારોમાં પથ્થરમારો થયો ત્યાં પોલીસનું કોમ્બિંગ
> રાત્રે 11.35 કલાકે ઘટનામાં લોકો દ્વારા વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની
> રાત્રે 11.40 કલાકે મૂર્તિ ખંડિત કરવા મામલે બે લોકોની અટકાયત કરાઈ
> રાત્રે 11.45 કલાકે પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો
> રાત્રે 11.50 કલાકે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ ફરી પથ્થરમારો થયો
> રાત્રે 11.55 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈની સુરત પોલીસ કમિશનરને કડક સૂચના
> રાત્રે 11.55 કલાકે તમામ આરોપીઓને રાત્રે જ ઝડપી પાડવા આદેશ આપ્યા
> રાત્રે 11.55 કલાકે શાંતિ ડહોળનારા તત્વોને ઝડપીને જેલ ભેગા કરવા આદેશ આપ્યા
> રાત્રે 11.55 કલાકે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા અધિકારીઓને સૂચના આપી
> રાત્રે 11.55 કલાકે રાત્રિ દરમિયાન જ કોમ્બિંગ કરીને આરોપીને ઝડપી લેવા સૂચના
> રાત્રે 12.00 કલાકે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ કમિશનરે કોમ્બિંગ હાથ ધર્યું
> રાત્રે 12.10 કલાકે ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ પોલીસ અધિકારીઓ એક્શનમાં
> રાત્રે 12.30 કલાકે ઘટનાસ્થળની આસપાસ ઘરે-ઘરે જઈને સુરત પોલીસે કરી તપાસ
> રાત્રે 12.40 કલાકે પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી
> રાત્રે 12.45 કલાકે પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી સર્વેલન્સ કરવામાં આવ્યું
> રાત્રે 01.00 કલાકે જે વિસ્તારોમાં પથ્થરમારો થયો ત્યાં પોલીસની તપાસ
> રાત્રે 01.15 કલાકે શંકાસ્પદ ઘરોમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી
> રાત્રે 01.30 કલાકે જુદા-જુદા ઘરમાંથી શંકાસ્પદ લોકોની કરી અટકાયત
> રાત્રે 01.45 કલાકે પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગણેશ પંડાલ પહોંચ્યા
> રાત્રે 02.00 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ શ્રીજીની આરતી ઉતારી
> રાત્રે 02.15 કલાકે ગુહ રાજ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
> રાત્રે 02.20 કલાકે કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે તેવી ખાત્રી આપી
આ પણ વાંચો – Surat Police નો Action Mode ON, ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારાઓની ખેર નહી…