Surat City : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB Gujarat) એ ટોલ ફ્રી નંબર 1064 પર સુરત શહેર (Surat City) ખાતેથી આવેલી ફરિયાદ આધારે લાંચ કેસમાં ASI સહિત બેની ધરપકડ કરી છે. સુરત શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ અને વચેટિયો એક લાખની લાંચ લેતા ઝડપાતા સુરત શહેર પોલીસ (Surat City Police) માં ફફડાટ વ્યાપી ગયો છે. એએસઆઈ વિજય રમણભાઇ ચૌધરી અને વચેટિયા સંજય દિનકરભાઇ પાટીલની ધરપકડ કરી એસીબીએ જરૂરી કાર્યવાહી આરંભી છે.
કેવી રીતે લાંચીયો ASI ઝડપાયો ?
ACB Gujarat Toll Free Number 1064 પર સુરત શહેરના એક રહીશે ટ્રાફિક પોલીસની કનડગત અને લાંચની ફરિયાદ કરી હતી. સુરત શહેર (Surat City) ખાતે ટેમ્પો એસોસીએશન ચલાવતા હોદ્દેદારે એસીબીના અધિકારીની રૂબરુ મુલાકાત કરી ત્યારે તેમને કરાતી હેરાનગતિની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક 1 હજાર રૂપિયાની લાંચ માગવાની ફરિયાદ કરી હતી. એસીબી અધિકારીએ લાંચની ફરિયાદ (Complaint of Bribery) આધારે સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપીંગ સેન્ટર ખાતે એક છટકું ગોઠવ્યું હતું. આજરોજ સુરત ખાતે રહેતો સંજય પાટીલ ફરિયાદીના 100 ટેમ્પો પેટે મહિનાના 1 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચી ગયો હતો. સંજય પાટીલે એક લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા (ACB Trap) બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં રિજિયન-2, સેમી સર્કલ-14 ખાતે નોકરી કરતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર વિજય રમણભાઇ ચૌધરી (Vijay Chaudhari ASI) ને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી. દરમિયાનમાં એસીબીની એક ટીમે સંજય પાટીલને ઝડપી લઈ લાંચની રકમ કબજે લીધી હતી.
આ પણ વાંચો : NIOS Scam : બોર્ડ એક્ઝામમાં “પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો” કૌભાંડનો પર્દાફાશ
7 વર્ષથી ટ્રાફિકમાં ફરજ બજાવે છે વિજય ચૌધરી
સંજય પાટીલ લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપાઈ જતાં એસીબીની અન્ય ટીમે સુરત કમલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજય ચૌધરીને ઝડપી લીધા હતા. સંજય પાટીલ (Sanjay Patil) એએસઆઈ વિજય ચૌધરી વતી લાંચ અને હપ્તાની રકમ ઉઘરાવતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એસીબીની ટીમે લાંચ કેસના બંને આરોપીઓ પાસેથી એક-એક મોબાઈલ ફોન કબજે લીધા છે. લાંચ કેસમાં ઝડપાયેલા એએસઆઈ વિજય ચૌધરી છેલ્લાં 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગ (Surat City Traffic) માં ફરજ બજાવે છે અને છેલ્લાં 5 વર્ષથી રિજિયન-2માં નોકરી કરી રહ્યાં છે.
આ પણ વાંચો : ACB Trap : લાંચ કેસના આરોપી વકીલની કેમ 24 કલાક બાદ થઈ ધરપકડ ?