Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat : BJP કોર્પોરેટરનો આપઘાતનો પ્રયાસ કે ફૂડ પોઈઝનિંગ? ભાઈએ Gujarat First ને જણાવી હકીકત!

10:52 PM Oct 19, 2024 |
  1. કોર્પોરેટર અમિત રાજપૂતને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા (Surat)
  2. લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય સંગીતા પાટીલ હોસ્પિટલ પહોંચ્યા
  3. પરિવારના સભ્યોએ અપીલ કરી કે આપઘાતના પ્રયાસની વાત ખોટી છે.
  4. સારવાર દરમિયાન ડોક્ટરે ફૂડ પોઈઝનિંગ હોવાનું જણાવ્યું: અમરસિંહ

સુરતમાંથી (Surat) થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે લિંબાયતનાં કોર્પોરેટર અમિત રાજપૂત (Limbayat’s Corporator Amit Rajput) દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, બીજી તરફ ખટોદરા પોલીસને આપેલા નિવેદનમાં ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) થયાનું જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલે અમિત રાજપૂતનાં ભાઈ અમરસિંગ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. જ્યારે લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય સંગીતા પાટીલ (MLA Sangita Patil) પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ પણ વાંચો – Surat : BJP નાં દિગ્ગજ નેતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

ભાજપ કોર્પોરેટરનો આપઘાતનો પ્રયાસ કે ફૂડ પોઈઝનિંગ?

સુરતનાં (Surat) લીબાયતનગર સેવક અને પૂર્વ શાસક પક્ષનાં નેતા અમિત રાજપૂતને (Limbayat’s Corporator Amit Rajput) ગંભીર હાલતમાં યુનિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જો કે, આ ખબર મળતા જ હોસ્પિટલ બહાર ભાજપનાં (BJP) કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. દરમિયાન, એવા સમાચાર સામે આવ્યા હતા કે અમિત રાજપૂતે અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જ્યારે બીજી તરફ ખટોદરા પોલીસને (Khatodara Police) આપેલા નિવેદનમાં ફૂડ પોઇઝનિંગ થયાનું જાણવા મળ્યું હતું. આ મામલે હવે અમિત રાજપૂતના ભાઈ અમરસિંગ રાજપૂતે (Amarsingh Rajput) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાતચીત કરી પ્રતિક્રિયા આપી છે. સાથે જ પરિવારનાં સભ્યોએ અપીલ કરી કે આપઘાતનાં પ્રયાસની વાત ખોટી છે.

આ પણ વાંચો – Anand : ધો.12 પાસ ભેજાબાજનું કૌભાંડ જાણી ચોંકી જશો! SOG પોલીસે કર્યો પર્દાફાશ

શરદપૂનમની રાત્રે દૂધપૌવા ટેરેસ પર મૂકવામાં આવ્યા હતા: અમરસિંહ

અમિત રાજપૂતની તબિયત પૂછવા માટે લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય સંગીતા પાટીલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમિત રાજપૂતનાં ભાઈ અમરસિંહ રાજપૂતે જણાવ્યું કે, શરદપૂનમની રાત્રે દૂધપૌવા ટેરેસ પર મૂકવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે અમિત રાજપૂતે આ દૂધ પૌવા ખાધા હતા. જો કે, રસ્તામાં ઊલટી થતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબે ચેક કરી ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) હોવાનો જણાવ્યું હતું. અમરસિંહ રાજપૂતે આગળ કહ્યું કે, ફૂડ પોઈઝનિંગની અસરનાં કારણે અમિત રાજપૂતનું પેટ સાફ કરવાની ટ્રીટમેન્ટ કરાવવામાં આવી છે. તેમની તબિયત વધારે ન લથડે એટલા માટે હવે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, લોકોએ સમાજનાં સારા વ્યક્તિ માટે આવી અફવા ન ફેલાવવી જોઈએ. જે લોકોએ ખોટી અફવા ફેલાવી હશે તે લોકો વિરોધ કાયદા કે પગલાં ભરવા ના હશે તો ભરીશું.

આ પણ વાંચો – Surat : આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા રત્ન કલાકારો માટે જનમંચ કાર્યક્રમ! અમિત ચાવડાએ કરી આ માગ