Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તેજસ્વી પ્રકાશના રાહુલ પરના પરિવારવાદ પરના પ્રહાર, સામે સુપ્રિયા સુલેનો વળતો જવાબ!

07:08 AM May 05, 2023 | Vipul Pandya


સુપ્રિયા સુલેના ભાજપના સાંસદ તેજસ્વી સુર્યા પર પ્રહાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ  લોકસભામાં ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાની આકરી ઝાટકણી કાઢી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, સોશિયલ મીડિયા યુઝર્સે સુપ્રિયા સુલેના વખાણ કરી રહ્યા છે. 

શું હતો વિવાદ?

લોકસભામાં તેજસ્વી સુર્યાએ રાહુલ ગાંધી પર પરિવારવાદ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. તેજસ્વી સુર્યાએ કહ્યુ હતું-‘એક મોદી પહેલાનું છે જેમાં રાજવંશના શાસન ચાલતા હતા અને હવે મોદી પછીનું ભારત છે’.. તેજસ્વીએ પોતાના સંબોધનમાં
રાહુલ ગાંધીને રાજકુમાર ગણાવ્યા હતા. 

તેજસ્વીના પરિવારવાદના નિવેદનથી નારાજ સુપ્રિયા સુલે
સાંસદ સુપ્રિયા સુલે તેજસ્વી પ્રકાશના પરિવારવાદ, રાજવંશના નિવેદનથી નારાજ થયા,અને સુપ્રિયા સુલેએ તેજસ્વી પ્રકાશે પૂછી લીધું- ‘તમારા રવિ સુબ્રમણ્યમ સાથેના સંબંધો વિશે શું કહેશો?, તેજસ્વી સુર્યાએ એવા ભાજપના નેતાઓના નામની યાદી આપી જેઓ રાજકીય પરિવારમાંથી આવતા હોય, સુપ્રિયા સુલેએ પોતાના સંબોધનમાં
પૂનમ મહાજન, પ્રિતમ મુંડે, હિના ગાવિત, રક્ષા ખડસે, સુજય વિખે પાટીલના નામ જણાવ્યા હતાં જેઓ કોઈને કોઈ રીતે 
પારિવારિક રાજકારણ સાથે જોડાયેલા છે.
સૂર્યા પણ પરિવારવાદથી જોડાયેલા: સુપ્રિયા સુલે
સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, તેજસ્વી સૂર્યા રવિ સુબ્રમણ્યના ભત્રીજા છે. “રવિ સુબ્રમણ્ય કર્ણાટકના ભાજપના ધારાસભ્ય છે. હું ફક્ત તેને પૂછવા માંગુ છું કે શું તે તેને ઓળખે છે અને જો તે તેને ઓળખે છે, તો પછી શું તે તેનો દૂરનો સંબંધી છે? શરદ પવારની પુત્રીએ કહ્યું, “હું કહેવા માંગુ છે કે, ‘આપણે બધા રાજકીય પરિવારોમાં જન્મ્યા છીએ. મને રાજકીય પરિવારમાં જન્મ લેવાનો ખૂબ જ ગર્વ છે. હું જેની પુત્રી છું તેના પર મને ખૂબ ગર્વ છે’. 
તેજસ્વી સૂર્યા પર પ્રહાર કરતા સુપ્રિયા સુલેએ કહ્યું, “વિપ્રો બેંગ્લોરમાં છે. ઈન્ફોસિસ, જે ભારતમાં ખૂબ મોટી કંપની છે, તેની પણ બેંગ્લોરમાં હાજરી છે. અમને ખૂબ ગર્વ છે કારણ કે તેઓ અમારા રાજ્યમાં છે. પૂનાવાલાની વેક્સીન કંપની જેણે આ સરકારને એવોર્ડ અપાવ્યો હતો, તે માણસ શૂન્યથી શરૂ થયો હતો. તે મારા પિતા સાથે શાળામાં ગયો હતો. તેથી હું આખી પૃષ્ઠભૂમિ જાણું છું,” સુલેએ યાદી વાંચતા કહ્યું. કંપનીઓ કે જેઓ ભારતની સંપત્તિ સર્જનમાં યોગદાન આપી રહી છે.