+

રાજ્યમાં ખાદ્યતેલની સંગ્રહખોરી પર રાજ્ય સરકારનુ નિયંત્રણ

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે રાજ્ય સરકારે સંગ્રહખોરી અટકાવવા અને ભાવવધારો કાબુમાં લેવા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ખાદ્યતેલની સંગ્રહખોરી પર સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. રિટેલમાં 30 ક્વિન્ટલ અને હોલસેલમાં 500 ક્વિન્ટલનો જથ્થો જ રાખી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.રિટેલના વેપારીઓ 30 ક્વિન્ટલ અને હોલસેલર્સ 500 ક્વિન્ટલ ખાદ્યતેલ રાખી શકશેએક તરફ વિશ
યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે રાજ્ય સરકારે સંગ્રહખોરી અટકાવવા અને ભાવવધારો કાબુમાં લેવા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ખાદ્યતેલની સંગ્રહખોરી પર સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. રિટેલમાં 30 ક્વિન્ટલ અને હોલસેલમાં 500 ક્વિન્ટલનો જથ્થો જ રાખી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
રિટેલના વેપારીઓ 30 ક્વિન્ટલ અને હોલસેલર્સ 500 ક્વિન્ટલ ખાદ્યતેલ રાખી શકશે
એક તરફ વિશ્વમાં યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે તંગદીલીનો માહોલ છે ત્યારે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધારાને કાબુમાં લેવા માટે સરકારે ખાદ્યતેલની સંગ્રહખોરી પર નિયંત્રણ મુકતો પરિપત્ર તૈયાર કર્યો છે. જે 24 ફેબ્રુઆરીથી જ અમલી બની ગયો છે. નવા આદેશ મુજબ રિટેલના વેપારીઓ હવે માત્ર 30 ક્વિન્ટલ ખાદ્યતેલ અને હોલસેલર્સ 500 ક્વિન્ટલ ખાદ્યતેલ જ સ્ટોકમાં રાખી શકશે. તેલીબીયાના સંગ્રહ પર પણ નિયંત્રણ લાદી દેવામાં આવ્યો છે. તેલીબીયાના સંગ્રહ પર લાગેલા નિયંત્રણ મુજબ રિટેલમાં 100 ક્વિન્ટલ અને હોલસેલમાં 2000 ક્વિન્ટલ જથ્થો જ રાખી શકાશે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમે આ જાહેરાત કરી છે જે મુજબ વેપારીઓએ કેન્દ્રની વેબસાઈટ પર સ્ટોકની નોંધણી પણ કરાવવી પડશે. આ સ્ટોક લિમિટનું નિયંત્રણ જૂન-2022 સુધી અમલમાં રહેશે. 
Whatsapp share
facebook twitter