BY ELECTION : લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની (Lok Sabha Election 2024) તારીખોની જાહેરાત આજે રાષ્ટ્રીય ચૂંટણી પંચ (National Election Commission) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવી છે. ગુજરાતમાં (Gujarat lok Sabha Eleciton) 26 લોકસભા બેઠકો સાથે ખાલી રહેલી વિધાનસભા બેઠકો (Gujarat Assembly Eleciton) માટે પણ ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઈ છે. ગુજરાતમા 6 વિધાનસભા બેઠકો પૈકી 5 વિધાનસભા બેઠકો પર ચૂંટણી (BY ELECTION) યોજવાની જાહેરાત કરાઇ છે પણ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી (BY ELECTION) ની જાહેરાત કરાઇ નથી. દેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે (CR Patil) કહ્યું કે દરેક બેઠક પર 5 લાખ મતોથી જીતનો ટાર્ગેટ છે અને ભાજપ પાર્ટી જે વચનો આપે છે તે પૂર્ણ કરે છે. CR Patil એ કહ્યું કે ભાજપનો કાર્યકર્તા 5 લાખ મતથી જીતવા સક્ષમ છે. 26માંથી 26 બેઠક જીતી હેટ્રીક કરાશે.
26માંથી 26 બેઠક જીતી હેટ્રીક કરાશે
ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કામાં 26 બેઠક પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે 26માંથી 26 બેઠક જીતી હેટ્રીક કરાશે. તેમણે કહ્યું કે દરેક બેઠક પર 5 લાખ મતોથી જીતનો ટાર્ગેટ છે અને ભાજપ પાર્ટી જે વચનો આપે છે તે પૂર્ણ કરે છે. ભાજપનો કાર્યકર્તા 5 લાખ મતથી જીતવા સક્ષમ છે અને બધી બેઠકો પર 80 ટકા સુધી મતદાન લઈ જવાનો ટાર્ગેટ છે. તેમણે કહ્યું કે ભાજપના ઉમેદવારો આચારસંહિતાનું પાલન કરશે અને સારા વાતાવરણમાં ચૂંટણી થાય તેવો પ્રયત્ન કરીશું.
વિસાવદર બેઠકની જાહેરાત કરાઇ નથી
ગુજરાતમાં વાઘોડીયા, ખંભાત, માણાવદર, પોરબંદર, વિજાપુર અને વિસાવદર બેઠકના ધારાસભ્યોએ રાજીનામા આપતાં આ બેઠકો પર પેટા ચૂંટણી યોજવાની જરુરીરાયત ઉભી થઇ છે પણ આજે જ્યારે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજીને દેશની સામાન્ય લોકસભા ચૂંટણી અને કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સાથે વિધાનસભાની પેટાચૂંટણીઓની પણ જાહેરાત કરી હતી જેમાં ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થઇ હતી પણ વિસાવદર બેઠકની જાહેરાત કરાઇ ન હતી.
હાઇકોર્ટમાં મેટર સબ જ્યુડીશ
જો કે વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત બાકી હોવા મુદ્દે જાણકારી મળી છે કે હાઇકોર્ટમાં મેટર સબ જ્યુડીશ હોવાથી જાહેરાત બાકી છે. હાઈકોર્ટના ચુકાદા બાદ પેટા ચૂંટણીની જાહેરાત થશે. 26 જાન્યુઆરી 2023નાં રોજ હર્ષદ રિબડીયાએ અરજી કરી હતી . વિજેતા ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરી હતી હાલ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી ચૂંટણીની જાહેરાત બાકી છે.
4 જૂનના રોજ લોકસભા, વિધાનસભાનું એક જ દિવસે પરિણામ જાહેર થશે
ઉલ્લેખનિય છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે અને પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે. 12 એપ્રિલે ગુજરાતમાં નોટિફિકેશન જાહેર થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 4 જૂનના રોજ લોકસભા, વિધાનસભાનું એક જ દિવસે પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો—– LOKSABHA 2024 : ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ત્રણ વખત જાહેરાત આપવી પડશે
આ પણ વાંચો—– Lok Sabha Elections : દાદરાનગર હવેલીના સાંસદ ભાજપમાં જોડાયા, ભવ્ય રેલી યોજી શક્તિપ્રદર્શન કર્યું!
આ પણ વાંચો—– ELECTIONS: EVM પર ઉઠી રહેલા સવાલો પર CECનો ટોણો