Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ધોરણ ૧૦ અને ૧૨ પ્રીલિમનરી પરીક્ષાના પેપર યુ ટ્યુબ પર થયા લીક?

08:44 PM Apr 22, 2023 | Vipul Pandya

ગુજરાતમાં પરીક્ષા પહેલા પેપર લીક થવું જાણે એક પ્રથા થઈ ચુકી હોઈ તેમ સતત પેપર ફૂટી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વધુ એક પેપર લીક થયું છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 પ્રીલિમનરી પરીક્ષાના પેપર પરીક્ષા લેવાય તે પહેલા જ વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર યુટ્યુબ પર પેપર લીક થયું છે.
 ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષા બે દિવસ બાદ લેવામાં આવનારી છે ત્યારે પેપર લેવાય તેના બે દિવસ પહેલા પેપર સોશિયલ મીડિયામાં લીક થવાની વધુ એક ઘટના સામે આવી છે. યુટ્યબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે . ઉલ્લેખનીય છે કે, આ પેપર નવનિત પ્રકાશનમાં છપાય છે.
પેપર ઓરીજનલ છે કે નહિ તેની થશે તાપસ 
 નવનીત પ્રકાશનમાં આ પેપર છપાય છે તો તે પણ આ પેપર લીક પાછળ જવાબદાર હોઈ શકે છે,આ અંગે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યુ છે કે, ‘અમને પણ આ પેપર લીક થયાની જાણ થઈ છે,કોઈ યુટ્યુબરે પેપર લીક કર્યુ છે,જે પેપર લીક થયુ છે તે હકીકતમાં ઓરીજીનલ પેપર છે કે નહી તે અંગે તપાસ કરવામાં આવશે અને ઓરીજીનલ પેપર હશે તો સાઈબર ક્રાઈમમાં ફરીયાદ થશે.પેપર ઓરીજીનલ નહી હોય તો કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે, બની શકે કોઈ ભણાવતા શિક્ષક દ્વારા મુખ્ય imp વસ્તુના આધારે પેપર બનાવ્યુ હોય’. 
પરીક્ષાના પેપર ફૂટયાના સમાચાર મળતા નવનીત પ્રકાશને પેપર ફૂટ્યા અંગે ખુલાસો કર્યો છે અને શાળાના સંચાલકોને પત્ર પણ લખવામાં આવ્યો છે. 
જાણો શું લખ્યું છે પત્રમાં