Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતે શ્રીલંકાને 62 રનથી હરાવ્યું, સિરીઝમાં 1-0ની લીડ મેળવી

05:22 AM Apr 23, 2023 | Vipul Pandya

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની સીરિઝની પ્રથમ T20I મેચ રમાઇ રહ્યી છે. લખનઉના શ્રી અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકાનો મુકાબલો થયો હતો. આ ત્રણ મેચોની સીરિઝની પ્રથમ મેચ હતી. જેમાં ભારતે જીત મેળવી છે.

ભારતની જીત
આ મેચની અંદર શ્રીલંકા બહુ ખરાબ રીતે હાર્યું છે. ભારતે આ મેચને 62 રનથી જીતી છે. જેની સાથે જ ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 137 રન જ બનાવી શકી, જ્યારે ટાર્ગેટ 200 રનનો હતો. આ સાથે જ ભારતે સતત 10મી ટી20 મેચમાં જીત મેળવી છે.
16 ઓવરમાં શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવી
યુઝવેન્દ્ર ચહલે તેની ત્રીજી ઓવરમાં શ્રીલંકાના કેપ્ટન દાસૂન શનાકાને ત્રણ રન પર ભુવનેશ્વર કુમારના હાથે કેચ કરાવી આઉટ કર્યા . જ્યારે વેંકટેશ અય્યરે બીજી વિકેટ ઝડપીને શ્રીલંકાને છઠ્ઠો ઝટકો આપયો હતો. અય્યરે ચમિકા કરુણારત્ને 21 રનના સ્કોર પર કિશનના હાથે સ્ટમ્પ કરાવ્યો. 16 ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર :98/6

વેંકટેશ અય્યર અને જાડેજાએ વિકેટ લીધી
વેંકટેશ અય્યરે પોતાના પહેલા જ ઓવરની અંદર વિકેટ લીધી હતી. ઓવરના છેલ્લા બોલ પર તેમણે જનિત લિયાનગેને આઉટ કર્યા. રવિન્દ્ર જાડેજાએ પોતાની પ્રથમ વિકેટ લઈને શ્રીલંકાને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે દિનેશ ચાંદીમલને તેની બીજી ઓવરના બીજા બોલ પર ઈશાન કિશન દ્વારા સ્ટમ્પ કરાવ્યો.
ભારતની જોરદાર શરુઆત
ભારત તરફથી પહેલી ઓવર ભુવનેશ્વર કુમારને આપવામાં આવી. જેમાં ભુવનેશ્વર કુમારે પહેલા જ બોલ પર વિકેટ ઝડપી લીધી છે. ભુવનેશ્વર કુમારે શ્રીલંકન ખેલાડી પથુમ નિસંકાને આઉટ કર્યો હતો. તયારબાદ પોતાના બાજી ઓવરમાં ભુવનેશ્વર કુમારે કામિલ મિશારાને આઉટ કરયો હતો. જેનો કેચ રોહત શર્માએ પકડ્યો છે. પાંચ ઓવર બાદ શ્રીલંકા : 26/2

શ્રીલંકા સામે 200 રનનો લક્ષ્યાંક
ભારતે શ્રીલંકાને જીત માટે 200 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી ઈશાન કિશને સૌથી વધુ 89 રન બનાવ્યા હતા જ્યારે શ્રેયસ અય્યર 28 બોલમાં 57 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 32 બોલમાં 44 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી લાહિરુ કુમારા અને દાસૂન શનાકાએ એક-એક વિકેટ લીધી હતી.
11.5 ઓવરમાં ભારત 1 વિકેટના નુકશાન પર 112 રન પર રમી રહ્યું છે. રોહિત શર્મા અને ઈશાન કિશન ક્રીઝ પર છે. ઈશાને ત્રીજી ઓવરમાં ચમિકા કરુણારત્ને સામે સતત 3 ચોગ્ગા માર્યા હતાં.   

રોહિત શર્મા પોતાની ઈનિંગમાં 37મો રન કરતાની સાથે જ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો બેટર બની ગયો છે. તેણે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ (3299)નો રેકોર્ડ તોડ્યો છે. આ મેચની પહેલા રોહિતે ગપ્ટિલ અને વિરાટ કોહલી (3296)ને ઓવરટેક કરી દીધા છે. તો બીજા બાજુ ઈશાન કિશને T20 ઈન્ટરનેશનલમાં પોતાની બીજી ફિફ્ટી પૂરી કરી લીધી છે

મેચમાં ટોસ શ્રીલંકાએ જીતી ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. જણાવી દઇએ કે, ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ ટીમને 3-0થી હરાવી ફોર્મમાં હોવાનું સાબિત કરી ચુકી છે. જ્યારે શ્રીલંકા નબળી દેખાય છે કારણ કે શ્રીલંકાને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, ટીમના કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે અને કેટલાક કોરોનાના કારણે ઉપલબ્ધ નથી. શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સીરિઝ માટે ભારતીય ટીમના પાંચ ખેલાડીઓ ઉપલબ્ધ નથી, જેમાંથી બે ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ત્રણ ખેલાડીઓ ઈજાના કારણે સીરિઝમાંથી બહાર છે. ભારતીય ટીમ માટે, વિરાટ કોહલી અને ઋષભ પંત આરામના કારણે સીરિઝ રમી શકશે નહીં, જ્યારે સૂર્યકુમાર યાદવ, દીપક ચહર અને કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ માટે પૂરી રીતે તૈયાર દેખાઇ રહી છે. 
રવિન્દ્ર જાડેજા લાંબા સમય બાદ ટીમમાં વાપસી
રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા સામેની પ્રથમ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. જાડેજા ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો.
શ્રીલંકા સામે ભારતનું T20I મેચમાં પ્રદર્શન કેવુ રહ્યું છે?
ભારતના મેદાનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 11 T20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 8 અને શ્રીલંકાએ 2 મેચ જીતી છે. 1 મેચ અનિર્ણિત રહી હતી. વળી, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 22 T20 મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 14 અને શ્રીલંકાએ 7 મેચ જીતી છે. 1 મેચ અનિર્ણિત છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), સંજુ સેમસન, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ ઐયર, દીપક હૂડા, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને યુજવેન્દ્ર ચહલ.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

પથુમ નિસાનકા, કામિલ મિશારા, ચરિત અસલંકા, દિનેશ ચંડીમલ (wk), ઝેનિથ લિયાનાગે, દાસુન શનાકા (c), ચમિકા કરુણારત્ને, જેફરી વાંડરસે, પ્રવીણ જયવિક્રમા, દુષ્મંથા ચમીરા અને લાહિરુ કુમારા.