Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Exclusive : કોઇ પણ સનાતની વિધર્મી સાથે લગ્ન ના કરી શકે તેવો કાયદો બનાવવા શ્રી કથાકાર દેવકી નંદન ઠાકુરજીની માગ

03:44 PM May 18, 2023 | Vipul Pandya
  • વિશ્વ શાંતિદૂત અને કથાકાર શ્રી દેવકીનંદન ઠાકુરજી ગુજરાત ફર્સ્ટ પર Exclusive
  • ગુજરાત ફર્સ્ટ પર શ્રી દેવકીનંદન ઠાકુરજીના બેબાક જવાબ 
  • બાગેશ્વર સરકાર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી મારા ભાઈ છે
  • બાગેશ્વર સરકારનો વિરોધ કરવો ખોટો છે
  • બધાએ પોતાની માતાનું દૂધ પીધું છે અને તાકાત હોય તો બીજા ધર્મના ગુરુનો વિરોધ કરી બતાવો
  • હિન્દુ સોફ્ટ ટાર્ગેટ છે વિરોધ માટે એટલે વિરોધ કરે છે
  • મથુરા કૃષ્ણ જન્મભૂમિ માટે મારી લડત ચાલુ છે અને આખરી શ્વાસ સુધી ચાલુ રહેશે
  • બોલિવુડની ફિલ્મોનો વિરોધ કરું છું
  • હિન્દુ માતા–બહેનો એક વખત જરૂર The Kerala Story ફિલ્મ જોવા જાય
  • ફિલ્મ સ્ટાર આમિરખાન અને પીકે ફિલ્મનું નામ લીધા વગર કર્યા પ્રહાર
  • બોલીવુડની એક ફિલ્મમાં હીરોને ફિલ્મી પડદે અશ્લીલ દર્શાવવામાં આવ્યો હતો
  • પ્રેમના નામ ઉપર લવ જેહાદ ચાલે છે 
  • ભારત સરકાર વિધર્મીઓ સાથે લગ્ન રોકવા મજબૂત કાયદો બનાવે
અમદાવાદમાં સાત વર્ષ બાદ શિવ મહાપુરાણનું આયોજન આચાર્ય શ્રી દેવકીનંદન ઠાકુર દ્વારા કરાઇ રહ્યું છે. આ પ્રસંગે અમદાવાદ આવેલા વિશ્વ શાંતિદૂત અને કથાકાર શ્રી દેવકીનંદન ઠાકુરજીએ ગુજરાત ફર્સ્ટ સાથે  Exclusive વાતચીત કરી હતી. તેમણે લવ જેહાદના બનાવો રોકવા માટે ભારત સરકાર સનાતની વિધર્મી સાથે લગ્ન ના કરી શકે અને ધર્મ પરિવર્તન ના કરી શકે તેવો કડક કાયદો લાવવાની માગ કરી હતી.

આજનો યુવા ભટકી ગયો છે
આચાર્ય શ્રી દેવકીનંદન ઠાકુરે કહ્યું કે  અમે વ્રજવાસી છીએ અને કનૈયાએ વ્રજમાં નહીં પણ ગુજરાતમાં રાજ કર્યું…વ્રજવાસીઓનો સંબંધ ગુજરાતવાસીઓ છે. ગુજરાતમાં કૃષ્ણપ્રેમી બહું છે. હું અમદાવાદમાં પહેલીવાર શિવપુરાણ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે આજનો યુવા સાંસ્કૃતિક અને અધ્યાત્મિક જવાબદારી, પારિવારીક જવાબદારી ક્યાકને ક્યાંક ઇગ્નોર કરે છે તેથી મે કથામાં કહ્યું કે તમે તમારા બાળકો સાથે કથામાં આવો. તમારા બાળકોને માતા પિતા પરિવાર, સમાજ પ્રત્યે અને દેશ પ્રત્યે તથા ધર્મ પ્રત્યે શું જવાબદારી છે તે આજ કાલના બાળકોને ખબર નથી. બાળકોને સમજાવવા પડશે અને ધર્મ અને કથાના માધ્યમથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ.

મથુરા કૃષ્ણ જન્મભૂમિ માટે મારી લડત ચાલુ
તેમણે મથુરા કૃષ્ણ જન્મભૂમિ માટે મારી લડત ચાલુ છે અને આખરી શ્વાસ સુધી ચાલુ રહેશે તેમ જણાવતાં કહ્યું કે ઔરંગઝેબના સાથીદારે લખેલી બુકમાં લખ્યું છે કે કઇ રીતે તેણે કૃષ્ણ ભૂમિ મંદિરને તોડી મૂર્તીઓને જામા મસ્જિદમાં જઇ દાટી દીધી હતી. અમે સંગઠન માધ્યમથી  કોર્ટમાં ગયા છીએ અને 31મીની નોટિસ જારી કરાઇ છે. 31 મે સુધી તેમનો ભાઇચારા નિભાવવાનો સમય છે. અમે લડાઇ શરુ કરી છે અને જ્યાં સુધી કનૈયાની જન્મભૂમિને મુક્ત નહીં થાય ત્યાં સુધી અમે   પાછા નહી હટીએ.

તમે જેટલા અમારી પર પ્રશ્નો કરો છો તો પ્લીઝ ટ્રાય અધર્સ..
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સહિતના હિન્દુ સંતો અને ધર્માચાર્યો ઉપર થઇ રહેલા હુમલા અને વિરોધ અંગે તેમણે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી મારા ભાઇ છે અને હિન્દુ સંતો અને ધર્માચાર્યો સોફ્ટ તથા ઇઝી ટાર્ગેટ છે. પણ તમે અન્ય કોઇ વિશે બોલીને જુઓ તો ખરા..માતાનું દૂધ તો દરેકે બાળપણમાં પીધું હશે પ્રશ્ન કરનારાઓએ… પણ તમે માત્ર હિન્દુ , હિન્દુ ધર્માચાર્યો અને સંતો પર પ્રશ્નો કરો છો તો તમે દૂધ ઓછું પીધું છે. તમે જેટલા અમારી પર પ્રશ્નો કરો છો તો પ્લીઝ ટ્રાય અધર્સ…..નૂપુર શર્મા ની જેમ બહાર નીકળી નહીં શકો..અમે ધર્મ અને ગ્રંથની વાતો કરીએ છીએ. હિન્દુઓની વાત અમે નહીં કરીએ તો કોણ કરશે.

ધ કેરાલા સ્ટોરી દરેક હિન્દુ બેટી મહિલાઓએ જરુર જોવી જોઇએ
તેમણે વધુમાં કહ્યું કે એક ધર્મગરુ તરીકે હું કહું છું કે તમામ ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઇએ કારણ કે સમાજને દૂષિત કરવાનો પ્રયાસ ફિલ્મોએ કર્યો છે પણ હિન્દુ તરીકે વાત કરું તો ધ કેરાલા સ્ટોરી દરેક હિન્દુ બેટી મહિલાઓએ જરુર જોવી જોઇએ..તમને જે પ્રેમ કરે છે તે શું કરે છે તે જુઓ…તમારી સાથે પ્રેમનું નામ લઇને કોઇ દુર્વયવહાર ના કરે..તમારા માતા પિતાથી તમને દુર ના કરે તે તમે આ ફિલ્મ જોઇને શીખો..ઓહ માય ગોડ ફિલ્મ આવી તો કોઇએ વિરોધ કર્યો ન હતો. એક ફિલ્મમાં અભિનેતા નગ્ન હાલતમાં ફરતો હતો તો કોઇએ કેમ વિરોધ ના કર્યો…આ દુર્ભાગ્યની વાત છે.

સનાતની બાળકો વિધર્મી સાથે શાદી ના કરે તેવો કાયદો બનાવે
લવ જેહાદના બનાવો વિશે તેમણે કડક શબ્દોમાં કહ્યું કે  સરકારને હું કહીશ કે સનાતની બાળકો વિધર્મી સાથે શાદી ના કરે તેવો કાયદો બનાવે…આ ધર્મ પરિવર્તનનો વિષય છે. આ ધર્મ પરિવર્તનનો જ મામલો છે. ભારત સરકારે કોઇ પણ સનાતની બાળક અન્ય ધર્મમાં લગ્ન ના કરી શકે અને ધર્મ પરિવર્તન ના કરી શકે તેવો કાયદો બનાવવો જોઇએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ