+

સ્ટેડિયમમાં ચાલી રહી હતી Ice-Cream પાર્ટી, ત્યારે જ કેમેરા પર પોતાને જોઇ દર્શકોએ કર્યું કઇંક આવું…, જુઓ Video

ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં ચાહકોનો મજેદાર વીડિયો વાયરલ ચાહકોનો આઈસ્ક્રીમ પાર્ટી વીડિયો વાયરલ કેમેરામાં કેપ્ચર થઇ આઈસ્ક્રીમ પાર્ટી Ice-Cream party Video : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ હવે ખૂબ…
  • ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં ચાહકોનો મજેદાર વીડિયો વાયરલ
  • ચાહકોનો આઈસ્ક્રીમ પાર્ટી વીડિયો વાયરલ
  • કેમેરામાં કેપ્ચર થઇ આઈસ્ક્રીમ પાર્ટી

Ice-Cream party Video : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ હવે ખૂબ જ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે. આજે મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા (Team India) એ ફાઈટ કરતા 3 વિકેટના નુકસાન પર 344 રન બનાવી દીધા છે. મેચના પ્રથમ બે દિવસો ન્યુઝીલેન્ડના નામે રહ્યા હતા, જ્યારે ત્રીજો અને આજનો ચોથો દિવસ પણ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી સારો રહ્યો છે. મેચની શરૂઆત ખરાબ રહ્યા બાદ ભારતીય ટીમની વાપસી જોવા માટે આવેલા ભારતીય દર્શકોએ પણ હવે ખુશ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં ક્રિકેટ ચાહકોનો એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઇ સૌ કોઇ હસી રહ્યા છે.

વાયરલ થયો વીડિયો

બેંગલોર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ક્રિકેટના ફેન મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં હાજર હતા. ભારતીય ક્રિકેટરોને ચીયર્સ કરતા અને ખેલની સાથે મજા માણતા ચાહકો ખાણી-પીણીમાં પણ મશગૂલ જોવા મળ્યા હતા. ખાસ કરીને, એક ચાહકનો જૂથ આઈસ્ક્રીમ ખાવાની મજા લૂટતા કેમેરાની નજરમાં આવ્યા હતા. કેમેરામાં પોતાને જોતા જ તેઓ એકદમ આનંદમાં હતા, પરંતુ તેમાંથી એક ચાહકે કેમેરા સામે પોતાનો ચહેરો છુપાવી દીધો હતો, જેનાથી સોશિયલ મીડિયા પર આ ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ચાહકે કેમ ચહેરો છુપાવ્યો તે હજી પણ રહસ્ય છે.

સરફરાઝ ખાનની સદી

આજે મેચના ચોથા દિવસે ભારતીય ટીમ શરૂથી જ ન્યુઝીલેન્ડ પર હાવી જોવા મળી હતી. ખાસ કરીને સરફરાઝ ખાનનું પ્રદર્શન વખાણ કરવા લાયક જોવા મળ્યું હતું. જણાવી દઇએ કે, સરફરાઝની ટેસ્ટ કારકિર્દીની આ માત્ર ચોથી મેચ છે. આ પહેલા, તેણે 3 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી, જે આ વર્ષમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં આવી હતી. જણાવી દઇએ કે, બેંગલુરુ ટેસ્ટ મેચમાં, સરફરાઝ ખાનને શુભમન ગિલની જગ્યાએ પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો, જે ગરદનમાં તાણની સમસ્યાને કારણે મેચમાં રમી શક્યો ન હતો. અગાઉ, બાંગ્લાદેશ સામેની 2 મેચોની ટેસ્ટ શ્રેણી દરમિયાન સરફરાઝને એક પણ મેચ રમવાની તક મળી ન હોતી. પ્લેઇંગ 11માં તેના પુનરાગમન સાથે, તેની સદીએ ચોક્કસપણે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે.

વિરાટ કોહલીનું શ્રેષ્ઠ પ્રદર્શન

બેંગલોરમાં IPL દરમિયાન રમતો વિરાટ કોહલી, દિલ્હીનો હોવા છતાં સ્થાનિક ખેલાડી તરીકે જાણીતો છે. કોહલીએ તેના ચાહકોને બીજી ઇનિંગમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું અને 70 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટમાં 9,000 રન પૂરાં કર્યા, જેની સાથે તે આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. વળી, આ ઇનિંગ બાદ વિરાટ 15,000 આંતરરાષ્ટ્રીય રન પૂરાં કરનાર પહેલો ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે, જે તેના શાનદાર કરિયરની નિશાની છે.

આ પણ વાંચો:  IND vs NZ 1 st Test : પહેલી ઇનિંગમાં શૂન્ય અને બીજીમાં સદી, સરફરાજ ખાને બતાવ્યો પોતાનો દમખમ

Whatsapp share
facebook twitter