- IPL 2025 માં MI માં નહીં જોવા મળે રોહિત શર્મા!
- રોહિતના નેતૃત્વમાં MI 5 વખત IPL ટાઈટલ જીતી શક્યું
- IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સમાં જઈ શકે રોહિત શર્મા
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઘણા વર્ષોથી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રોહિત શર્મા IPL ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન તરીકે જાણીતા છે, જેમણે પોતાની ટીમને 5 વખત IPL ટાઈટલ જીતાડવવામાં મદદ કરી છે. તેમના નેતૃત્વ સાથે, મુંબઈ ઈન્ડિયન્સને અનેક સફળતાઓ પ્રાપ્ત થઈ છે, જેના કારણે રોહિત શર્મા (Rohit Sharma) ને ક્રિકેટ ફેન ખૂબ પસંદ કરે છે. જોકે, હવે એવી અટકળો છે કે, IPL ની નવી સિઝનમાં રોહિત શર્મા (Rohit Sharma) મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નો ભાગ નહીં હોય. શું છે સમગ્ર માહિતી આવો જાણીએ આ આર્ટિકલમાં…
IPL 2025માં ફેરફારો?
એવી અટકળો છે કે, IPL 2025 પહેલા ઘણા ફેરફારો થઇ શકે છે. રોહિત શર્મા (Rohit Sharma) ના સમયના અંત પર, ઘણી ચર્ચાઓ થઈ રહી છે કે તે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) છોડીને નવી ટીમમાં જોડાઈ શકે છે. આ ચર્ચાઓને કારણે મુંબઈના ક્રિકેટ ફેન્સ દુઃખી થાય તે સ્વાભાવિક છે. ઘણા લોકોના મનમાં આ અટકળોને લઇને ચિંતા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ સાથેનો તેમનો કાર્યકાળ સમાપ્ત કરી શકે છે અને IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સમાં જઈ શકે છે. કારણ કે ગયા વર્ષે કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. આ દરમિયાન LSGના મલિક અને કેએલ રાહુલ વચ્ચે થોડો વિવાદ થયો હતો. જે બાદ એવી અટકળો ચાલી રહી હતી કે LSG પણ કેએલ રાહુલનું સ્થાન લઈ શકે છે. જો કે, જો રોહિત શર્મા LSG માં પ્રવેશ કરે છે તો તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. જણાવી દઈએ કે, અત્યાર સુધી આ તમામ સમાચારો અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ નવી સીઝન પહેલા હવે આ અટકળો વધી રહી છે.
Rohit Sharma will no longer play for Mumbai Indians. pic.twitter.com/Cbvkhbulao
— Faiz Fazel (@theFaizFazel) September 29, 2024
IPL 2024 માં MI ની સૌથી મોટી ભૂલ
IPL 2024માં, હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેના કારણે ચાહકોમાં ભારે નારાજગી પ્રસરી ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ચાહકો રોહિત શર્માને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેઓ વિચારી રહ્યા હતા કે આ વખતે (2024) માં તેમની ફેવરિટ ટીમ રોહિત શર્મા (Rohit Sharma) ના નેતૃત્વમાં ફરી જીતશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે એક એવો નિર્ણય લીધો જે સૌ કોઇ માટે ચોંકાવનારો હતો. જીહા, રોહિત શર્માની જગ્યાએ મેનેજમેન્ટે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી હતી. જેણે મુંબઈના ક્રિકેટ ચાહકોને નારાજ કરી દીધા હતા. આ નિર્ણયથી લોકો એટલા નારાજ હતા કે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને ટ્રોલ કરવા લાગ્યા હતા. તેના માટે છપરી જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. ભારતે વર્લ્ડ ટાઇટલ જીત્યા બાદ રોહિતે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો કે હાલમાં રોહિત ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
આ પણ વાંચો: IPLમાં નવા યુગની શરૂઆત,જય શાહેએ કર્યો ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ!