નવી દિલ્હી : ભારતીય બોક્સિંગમાં ટીમ મહિલા તરફથી ઓલમ્પિકમાં 54 કિલોવર્ગ શ્રેણીમાં ભારતને રિપ્રેઝન્ટ કરનારી પ્રીતિ પવાર (Preeti Pawar) એ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ રાઉન્ડમાં થી કીમને પરાજીત કરી હતી. થી કીમ 54 કિલોવર્ગ શ્રેણી (મહિલામાં) વિયેતનામની ખેલાડીને પરાજીત કરી હતી. બંન્ને ખેલાડીઓ વચ્ચે રમાયેલી રસાકસીપુર્ણ ગેમના અંતે પ્રીતિની જીત થઇ હતી. મેચમાં શરૂઆતથી જ પ્રીતિ ખુબ જ અગ્રેસીવ મુડમાં જોવા મળી હતી. જ્યારે વિયેતનામી ખેલાડી થી કીમ પહેલાથી જ બેકફુટ પર હોય તે પ્રકારનું પ્રદર્શન જોવા મળ્યું હતું. જો કે આખરે પ્રીતિ પવાર (Preeti Pawar) ની જીત થઇ હતી. પ્રીતિ પવારે 5 પોઇન્ટ સાથે આ મેચમાં જીત મેળવી હતી. T.K.A VO નો પરાજય થયો હતો.