- પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ
- ભારતના કપિલ પરમારે જૂડોમાં જીત્યો ઐતિહાસિક મેડલ
- જૂડોમાં કપિલ પરમારને ઐતિહાસિક બ્રોન્ઝ
- ભારતના કુલ મેડલની સંખ્યા 25 પર પહોંચી
Paris Paralympics 2024 : ભારતના કપિલ પરમારે (Kapil Parmar) પેરાલિમ્પિક્સની 60 કિગ્રા J1 પુરુષોની પેરા જુડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે.
બ્રાઝિલના પેરા એથ્લેટને હરાવી કપિલ પરમારે જીત્યો બ્રોન્ઝ મેડલ
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં 8માં દિવસે પેરા-જુડો ઈવેન્ટમાં 25મો મેડલ આવ્યો છે. ભારતીય પેરા એથ્લેટ કપિલ પરમારે (Kapil Parmar) પુરુષોની પેરા-જુડો 60 કિગ્રા વર્ગની સ્પર્ધામાં બ્રાઝિલના પેરા એથ્લેટ એલિલ્ટન ઓલિવિરાને 10-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મધ્યપ્રદેશના 24 વર્ષના કપિલ પરમારે ચેમ્પ-ડી-માર્સ એરેનામાં આ મેચ જીતી હતી. કપિલ પરમારે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારત હવે મેડલ ટેલીમાં 14માં સ્થાને પહોંચી ગયું છે, જેમાં 5 ગોલ્ડ સિવાય હવે 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ જીતવામાં સફળતા મળી છે. 8માં દિવસે મેડલની સંખ્યામાં વધારો થવાની ખાતરી છે. ટોક્યોમાં આયોજિત અગાઉની પેરાલિમ્પિક ગેમ્સની સરખામણીમાં ભારતે આ વખતે ઘણું સારું પ્રદર્શન કર્યું છે જેમાં તેણે કુલ 19 મેડલ જીત્યા હતા.
Kapil Parmar wins India’s first-ever medal in Para Judo!!
The World No. 1⃣ beats Elielton de Oliveira of by an IPPON to clinch a historic medal for India. #ParisParalympics2024 #Paralympics2024 pic.twitter.com/m2NCE3e1f2
— Khel Now (@KhelNow) September 5, 2024
કપિલને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો
પેરાલિમ્પિક્સ 2024માં, કપિલ પરમારે સેમિફાઇનલ સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે ક્વાર્ટર ફાઇનલ મેચમાં વેનેઝુએલાના માર્કો ડેનિસ બ્લેન્કોને 10-0થી હરાવ્યો હતો. સેમિફાઇનલમાં તેનો સામનો રણની એસ બનિતાબા ખોરમ અબાદી સામે થયો હતો અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પરમારે મેડલ જીતવાની આશા છોડી ન હોતી અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ભારતે અત્યાર સુધીમાં પેરા તીરંદાજી, પેરા એથલીટ, પેરા શૂટિંગ, પેરા બેડમિન્ટન અને પેરા જુડોની ઈવેન્ટ્સમાં મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી છે.
આ પણ વાંચો: એક જીતથી ગરીબ બની જશે ટેનિસ સ્ટાર! US Open ની ફાઈનલમાં પહોંચી તો થશે કરોડોનું નુકસાન