+

Paris Olympics: ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ રચ્યો ઇતિહાસ

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકનો ત્રીજો દિવસ ભારત માટે ખુબ જ સુખદ રહ્યો હતો. અડધી રાત્રે ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ (Manika Batra)) ઇતિહાસ રચી દીધો છે. તેમણે ઓલિમ્પિકની…

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકનો ત્રીજો દિવસ ભારત માટે ખુબ જ સુખદ રહ્યો હતો. અડધી રાત્રે ટેબલ ટેનિસ સ્ટાર મનિકા બત્રાએ (Manika Batra)) ઇતિહાસ રચી દીધો છે. તેમણે ઓલિમ્પિકની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. મનિકા બત્રા (Manika Batra) ભારતની પહેલી અને એકમાત્ર ખેલાડી બની છે. પુરૂષ કે મહિલા શ્રેણીમાં ભારતનો કોઇ પણ ખેલાડી ક્વાર્ટર સુધી પહોંચી શક્યો નથી.

India@Paris Olympics 2024 : ભારતે પેરિસ ઓલિમ્પિકમાં નવો ઇતિહાસ રચી દીધો છે. ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં મનિકા બત્રાએ (Manika Batra) ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. મનિકાએ ફ્રાંસની પ્રિતિકા પાવડને સીધા સેટોમાં પરાજીત કરીને અંતિમ 16 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. અંતિમ 32 રાઉન્ડમાં મનિકાની સામે મેજબાન દેશ ફ્રાંસની ખેલાડી હતી. પ્રિતિકાની રેંક મનિકાથી ઉપર હતી. વિશ્વ રેંકિંગમાં ભારતીય મુળની પ્રિતિકા 12 માં તો મનિકા 18 મા નંબર પર હતી, પરંતુ ભારતીય ખેલાડીએ શરૂઆતથી જ મેચ પર પોતાનો દબદબો બનાવી લીધો હતો.

મનિકાએ મેચમાં 4-0 થી જીત મેળવી હતી

મનિકાએ આ મેચ સતત 4-0 થી જીતી હતી. તેણે 11-9, 11-6, 11-9, 11-7 થી આ મેચ પોતાને નામે કરી દીધી હતી. ઇતિહાસમાં આ પેહલીવાર છે જ્યારે કોઇ ભારતીય મહિલા ખેલાડી ઓલમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હોય. મનિકાના શાનદાર પ્રદર્શનના કારણે ભારતને વધારે એક મેડલ મળવાની શક્યતા વધી ચુકી છે. સતત 2 સેટ હાર્યા બાદ ફ્રાંસની ખેલાડીએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને મનિકાની વિરુદ્ધ સતત 4 ગેમ પોઇન્ટ બચાવ્યા. મનિકાએ બ્રેક લીધો અને ત્યાર બાદ ફરીથી આક્રામક રીતે પરત ફરીને સેટ પોતાને નામે કરી લીધો. આખી મેચ દરમિયાન મનિકાની રમત ખુબ જ આક્રામક રહી હતી. જેનો જવાબ વિપક્ષી ખેલાડી પાસે હતો જ નહીં.

મનિકા કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં પણ જીતી ચુકી છે મેચ

અત્રે ઉલ્લેખનીય છે કે, મનિકાની આગામી મેચ હોંગકોંગની ઝૂં ચેંગજુ અને જાપાનની મિયૂ હિરોની વચ્ચે થનારી મેચના પરિણામ બાદ થશે. મનિકા કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં મેડલ મેળવી ચુકી છે. જેના કારણે ઓલિમ્પિકમાં પણ મનિકા પાસેથી મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Whatsapp share
facebook twitter