+

Paris Olympic 2024 : રમિતાને મળી નિરાશા, મેડલ રેસમાંથી થઈ બહાર

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક-2024માં ભારતે શાનદાર શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટના બીજા જ દિવસે ભારતે પોતાનું ખાતું ખોલ્યું છે. ભારત માટે પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો, જેમાં મહિલા શૂટર…

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક-2024માં ભારતે શાનદાર શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટના બીજા જ દિવસે ભારતે પોતાનું ખાતું ખોલ્યું છે. ભારત માટે પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો, જેમાં મહિલા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિકમાં શૂટિંગ ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની ગઈ છે. ત્યારે આજે રમિતા પર સૌ કોઇને આશા હતી કે સારું પ્રદર્શન કરશે. પણ તાજા જાણકારી મુજબ રમિતા હવે મેડલ રેસમાંથી બહાર થઇ ગઇ છે.

મેડલથી ચૂકી રમિતા જિંદાલ

ભારતીય શૂટર રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલ મહિલા શૂટિંગ ઈવેન્ટમાં મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. તે ફાઈનલ મેચમાં 7મા સ્થાને રહીને બહાર થઈ ગઈ હતી. રમિતા જિંદાલે ફાઈનલ મેચમાં 145.3 પોઈન્ટ મેળવ્યા હતા. 20 વર્ષની રમિતાએ ભલે તેની પ્રથમ ઓલિમ્પિકમાં મેડલ મેળવ્યો ન હતો, પરંતુ તેણે આશાસ્પદ પ્રદર્શન કર્યું હતું. તેણી વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલમાં 7મું અને મિશ્ર ટીમ ઇવેન્ટ ક્વોલિફિકેશનમાં 6મા સ્થાને રહી. ભૂલશો નહીં કે તેણીએ આ વર્ષની શરૂઆતમાં ઓલિમ્પિક પસંદગી ટ્રાયલ દરમિયાન 636.4 પોઈન્ટ બનાવ્યા, જે વિશ્વ વિક્રમ કરતાં 0.1 વધુ છે. 20 વર્ષની રમિતા ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમા સ્થાને રહી હતી. રમિતાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 60 શોટ્સમાં 631.5 પોઈન્ટ મેળવ્યા હતા. રમિતાએ પ્રથમ શ્રેણીમાં 104.3, બીજી શ્રેણીમાં 106.0, ત્રીજીમાં 104.9, ચોથીમાં 105.3, પાંચમી શ્રેણીમાં 105.3 અને છઠ્ઠી શ્રેણીમાં 105.7 અંક મેળવ્યા હતા. ભારતની ઈલાવેલિન વાલારિવાન પણ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભાગ લઈ રહી હતી, પરંતુ તે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી ન હતી. વાલારિવન 630.7 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે.

રમિતા પણ મિશ્રિત ટીમ ઈવેન્ટ ચૂકી ગઈ

રમિતા જિંદાલે 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જ્યાં તેનું પ્રદર્શન સારું નહોતું. રમિતા જિંદાલ અને અર્જુન બાબુતા 628.7ના કુલ સ્કોર સાથે છઠ્ઠા સ્થાને રહ્યા, જ્યારે ઈલાવેનિલ વાલારિવન અને સંદીપ સિંહ 626.3ના કુલ સ્કોર સાથે 12મા સ્થાને રહ્યા. રમિતા અને અર્જુનની જોડીએ એક સમયે આશા પૈદા કરી હતી. ભારતીય જોડી ત્રણ શોટ બાકી સાથે પાંચમા સ્થાને હતી, પરંતુ આખરે મેડલ રાઉન્ડ માટેના કટ-ઓફથી 1.0 પોઈન્ટ પાછળ પડી ગઈ હતી.

શૂટિંગમાં હજુ એક વધુ આશા બાકી

હવે અર્જુન બબુતા 10 મીટર એર રાઈફલ (પુરુષ વર્ગ) શૂટિંગની ફાઈનલ મેચમાં ભારત તરફથી પડકાર રજૂ કરતો જોવા મળશે. અર્જુન બાબુતાને ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતના કરોડો રમતપ્રેમીઓની નજર અર્જુન બબુતાની આ મેચ પર ટકેલી હશે. તે આજે ભારત માટે મેડલ જીતવાની શરૂઆત કરી શકે છે. અર્જુન બબુતાની આ મેચ બપોરે 3.30 કલાકે રમાશે.

તીરંદાજીમાં પણ મેડલની આશા

ભારત આજે તીરંદાજીમાં પણ મેડલ જીતી શકે છે. તીરંદાજીની ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમના તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા અને પ્રવીણ જાધવ મેડલ માટે લડતા જોવા મળશે. મેડલ જીતવા માટે ભારતે સાંજે 6:31 કલાકે રમાનાર ક્વાર્ટર ફાઈનલ મેચ જીતવી પડશે. આ મેચ જીતીને ટીમ સેમિફાઈનલમાં પહોંચી જશે, જ્યાં મેડલ માટેની લડાઈ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો:  Paris Olympics 2024 : ભારતના આ દિગ્ગજ ખેલાડીની મેચ અમાન્ય કરાઇ

Whatsapp share
facebook twitter