+

Paris Olympic 2024 : મેડલના ખૂબ નજીક પહોંચી અર્જુન બાબુતાને મળી નિરાશા

Paris Olympic 2024 : આજે (29 જુલાઈ) પેરિસ ઓલિમ્પિક 2024ના ત્રીજા દિવસે શૂટિંગમાં ભારતને અર્જુન બાબૌતા પાસેથી મેડલની અપેક્ષા હતી, પરંતુ તે ચોથા ક્રમે રહ્યો હતો. જોકે, અર્જુને પુરૂષોની 10…

Paris Olympic 2024 : આજે (29 જુલાઈ) પેરિસ ઓલિમ્પિક 2024ના ત્રીજા દિવસે શૂટિંગમાં ભારતને અર્જુન બાબૌતા પાસેથી મેડલની અપેક્ષા હતી, પરંતુ તે ચોથા ક્રમે રહ્યો હતો. જોકે, અર્જુને પુરૂષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચીને સારું પ્રદર્શન કર્યું. અંતિમ સ્પર્ધામાં 8 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી ત્રણ શૂટર્સને પોડિયમ પર ફિનિશિંગ કરવાનો મોકો મળશે.

ચોથા ક્રમે રહ્યો અર્જુન બબુતા

આજે પુરૂષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સૌ કોઇને અર્જુન બબુતા પાસેથી આશા હતી કે તે બીજો મેડલ ભારતને અપાવશે. અર્જુને પુરુષોની 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં જોરદાર ટક્કર આપી હતી, પરંતુ છેલ્લા શોટમાં તે નિષ્ફળ ગયો હતો. તે ચોથા ક્રમે રહ્યો. ચીનના શેંગ લિહાઓએ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યોમાં સિલ્વર જીતનાર આ ખેલાડીએ નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે.

ચીની ખેલાડીએ ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો

અંતિમ સ્પર્ધામાં 8 શૂટરોએ ભાગ લીધો હતો. ચીનના લિહાઓ શેંગે આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. લિહાઓ શેંગે 252.2 પોઈન્ટ સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. સ્વીડનના વિક્ટર લિન્ડગ્રેને 251.4 પોઈન્ટ સાથે સિલ્વર જ્યારે ક્રોએશિયાના મેરિક મિરાને 230 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : રદ્દ થયેલા મેચ પછી સાત્વિક-ચિરાગ માટે નવી ચેલેન્જ

Whatsapp share
facebook twitter