+

કેમ સ્ટેડિયમમાં ગોલ્ડ જીત્યા બાદ અરશદ નદીમને કલાકો સુધી બેસાડ્યો?

પદક મેળવ્યા બાદ ખેલાડીનું Dope test કરાયું અરશદ નદીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી તેનું લક્ષ્ય 92.97 મીટરથી દૂર Javelin throw ફેંકવાનું Arshad Nadeem Dope test: Paris Olympic 2024…
  • પદક મેળવ્યા બાદ ખેલાડીનું Dope test કરાયું

  • અરશદ નદીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી

  • તેનું લક્ષ્ય 92.97 મીટરથી દૂર Javelin throw ફેંકવાનું

Arshad Nadeem Dope test: Paris Olympic 2024 માં Javelin throw માં પાકિસ્તાનના રમતવીર આરશદ નદીમે સુવર્ણ પદક મેળવીને ઈતિહાસ રચ્યો છે. તે ઉપરાંત અરશદ નદિમે એકલા હાથે પાકિસ્તાન માટે સુવર્ણ પદક મેળવ્યું હોય, તેવો પ્રથમ ખેલાડી છે. તો બીજી તરફ Paris Olympic 2024 માં Javelin throw કરીને અરશદ નદીમે ભૂતકાળના દરેક રેકોર્ટ બ્રેક કર્યા છે. ત્યારે ભારતીય ખેલાડી નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો છે.

પદક મેળવ્યા બાદ ખેલાડીનું Dope test કરાયું

જોકે આ જીત બાદ Arshad Nadeem ને લઈને એક મોટી ખબર સામે આવી છે. અરશદ નદીમનું સ્ટેડિયમમાં Dope test કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની અહેવાલ અનુસાર આશરે, 2 થી 3 કલાક માટે સ્ટેડિયમમાં અરશદ નદીમ જોવા મળ્યા હતાં. ત્યારે મેચ પૂર્ણ થતાની સાથે સ્ટેડિયમમાં 3 ખેલાડીઓને રોકવામાં આવ્યા હતાં. જે બાદ તેમનું Dope test કરવામાં આવ્યું હતું. જોકે આ ઓલિમ્પિક નિયમોમાં સામેલ છે. કારણ કે… પદક મેળવ્યા બાદ ખેલાડીનું Dope test કરવામાં આવે છે.

આ પણ વાંચો: Delhi: PM Modi એ Neeraj Chopra સાથે કરી વાતચીત

અરશદ નદીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી

તો Arshad Nadeem સાથે નીરજ ચોપરા અને એન્ડરસન પીટર્સનું પણ Dope test કરવામાં આવ્યું હતું. તો અરશદ નદીમે ખૂબ જ ચમત્કારિક રીતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. Arshad Nadeem ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેનો પહેલો જ થ્રો નિષ્ફળ ગયો હતો. કારણ કે તે ફાઉલ થયો હતો. પરંતુ આ પછી અરશદ નદીમે બધાને ચોંકાવી દીધા અને 92.97 મીટરનું અંતર કાપીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભારતના નીરજ ચોપરાએ પણ તેના બીજા પ્રયાસમાં 89.45 મીટર ભાલો ફેંક્યો હતો અને તેણે Arshad Nadeem ને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંતે નીરજના પ્રયાસો નિષ્ફળ ગયા અને Arshad Nadeem એ ગોલ્ડ જીત્યો.

તેનું લક્ષ્ય 92.97 મીટરથી દૂર Javelin throw ફેંકવાનું

જો કે Dope test બાદ Arshad Nadeem એ મીડિયા સાથે વાતચીત કરી હતી. અરશદ નદીમે કહ્યું કે તેને તેના સારા પ્રદર્શનની પૂરી અપેક્ષા હતી. અરશદ નદીમે કહ્યું કે તે થોડા સમયથી ઘૂંટણની ઈજાથી પરેશાન હતો. પરંતુ તેમાંથી બહાર આવ્યા બાદ પોતાની ફિટનેસ પર ઘણું કામ કર્યું હતું. અરશદ નદીમે કહ્યું કે તે સખત મહેનત કરવાનું ચાલુ રાખશે અને તેનું લક્ષ્ય 92.97 મીટરથી દૂર Javelin throw ફેંકવાનું છે.

આ પણ વાંચો: Paris Olympic 2024 : કુસ્તીબાજમાં ભારતને છઠ્ઠા મેડલની આશા,જાણો આજનાં શેડ્યુલ અંગે

Whatsapp share
facebook twitter