+

IND vs BAN : BCCI એ કાનપુર ટેસ્ટમાં લંગુરોને આપી આ ખાસ જવાબદારી

કાનપુર ટેસ્ટમાં વાંદરાઓનો આતંક કાબુમાં મેળવવા માટે લંગુરોને અપાઈ જવાબદારી સ્ટેડિયમમાં લંગુરો લાગ્યા કામે IND vs BAN 2nd Test Match : ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે આજથી કાનપુરના…
  • કાનપુર ટેસ્ટમાં વાંદરાઓનો આતંક
  • કાબુમાં મેળવવા માટે લંગુરોને અપાઈ જવાબદારી
  • સ્ટેડિયમમાં લંગુરો લાગ્યા કામે

IND vs BAN 2nd Test Match : ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે આજથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ (Kanpur Green Park Stadium) માં 2 મેચની ટેસ્ટ શ્રેણી (Test Series) ની બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ છે. પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયા (Team India) કાનપુર ટેસ્ટ મેચ (Kanpur Test Match) રમવા પહોંચી છે ત્યારે આ મેચમાં તે જીત મેળવી શ્રેણી કબ્જે કરવાનો પ્રયત્ન કરશે. જોકે, આ મેચમાં વરસાદ બહું મોટો ભાગ ભજવે તેવી પણ સંભાવનાઓ છે. આજે વરસાદના કારણે ટોસ થવામાં પણ મોડું થયું હતું. આ મેચમાં દર્શકો માટે ઘણી પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. આ વચ્ચે BCCI ને કાનપુર સ્ટેડિયમમાં વાંદરાઓના આતંકને જોતા લંગુરોની મદદ લીધી છે.

સ્ટેડિયમમાં લંગુરો લાગ્યા કામે

કાનપુર ટેસ્ટ મેચનો આજે પ્રથમ દિવસ ખરાબ લાઈટ અને ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો. જેના કારણે સમય પહેલા જ મેચ ખતમ કરી દેવામાં આવી હતી. આ મેચમાં દર્શકો ખૂબ જ નીરાશ થઇને ઘરે પરત ફરતા જોવા મળ્યા હતા. આ મેચમાં દર્શકોને ધ્યાનમાં રાખીને BCCI એ લંગુરોને કામે લગાડ્યા હતા. સાંભળીને ભલે નવાઈ લાગે પણ આ ખરેખર થયું છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં વાંદરાઓ દર્શકોના ખાણી-પીણીને છીનવી જતા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેને ધ્યાનમાં રાખી લંગુરોને એક મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. આ લંગુરો તેમના માલિકો સાથે સ્ટેડિયમમાં ફરતા જોવા મળશે અને દર્શકોના હાથમાં રહેલા ખોરાકની સુરક્ષા કરશે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે બબૂન અને તેમના આકાઓને સ્ટેડિયમમાં કામે લાગાડવામાં આવ્યા હોય. આ પહેલા પણ ઘણી ઈન્ટરનેશનલ મેચોમાં આવું બનતું જોવા મળ્યું છે. સ્થળ નિર્દેશક સંજય કપૂરના જણાવ્યા અનુસાર – “સ્ટેન્ડમાં બ્રોડકાસ્ટ કેમેરાપર્સનના નાસ્તા અને પીણાંની ચોરી કરવાનું સૌથી વધુ જોખમ હોય છે. વાંદરાઓના આતંકથી પોતાને બચાવવા માટે અમે લંગુરનો સહારો લીધો છે.”

વાંદરાઓનો આતંક

મેચની શરૂઆત પહેલા પ્રેક્ટિસ દરમિયાન વાંદરાઓનું ટોળું સ્ટેડિયમમાં ઘુસી ગયું હતું અને ખેલાડીઓને પરેશાન કર્યા હતા. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન વાંદરાઓ કેવી રીતે ટેન્ટની આસપાસ ખોરાકની શોધમાં ફરતા જોવા મળે છે. આ પહેલા પણ આ વાંદરાઓ મેચ દરમિયાન દર્શકોને પરેશાન કરતા જોવા મળ્યા હતા.

ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 1-0થી આગળ

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા આ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચેપોક ક્રિકેટ સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે મુલાકાતી ટીમને 280 રનથી હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. તે મેચમાં આર અશ્વિન, શુભમન ગિલ અને ઋષભ પંતે સદીની ઇનિંગ્સ રમી હતી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો:  IND vs BAN 2nd Test : ખરાબ લાઈટ અને વરસાદે બગાડી મેચની મજા, શું છે તાજા સ્થિતિ?

Whatsapp share
facebook twitter