+

ઓલિમ્પિક મેડલને લઇને ભારતને મોટો ઝટકો, વિનેશને નહીં મળે હવે કોઇ મેડલ

અંતે વિનેશ ફોગાટને હાથ લાગી નિરાશા વિનેશ ફોગાટની અરજીને CASએ ફગાવી વિનેશ ફોગાટને નહીં મળે સિલ્વર મેડલ સિલ્વર મેડલ આપવા કરી હતી વિનેશે અરજી કૉર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં કરી…
  • અંતે વિનેશ ફોગાટને હાથ લાગી નિરાશા
  • વિનેશ ફોગાટની અરજીને CASએ ફગાવી
  • વિનેશ ફોગાટને નહીં મળે સિલ્વર મેડલ
  • સિલ્વર મેડલ આપવા કરી હતી વિનેશે અરજી
  • કૉર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં કરી હતી અરજી
  • ત્રણેય પક્ષને સાંભળ્યા CASએ આપ્યો ચુકાદો

Vinesh Phogat : જે ક્ષણની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે સમય આખરે આવી જ ગયો. જીહા, વિનેશ ફોગાટ કેસ પર CAS એ મોટો ચુકાદો આપી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CASએ વિનેશની અપીલને ફગાવી દીધી છે. વિનેશ દ્વારા પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ સિલ્વર મેડલ આપવા માટે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)ને અપીલ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય મહિલા રેસલરનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.

CASનો નિર્ણય

પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા સાથે રિંગમાં ઉતરેલી ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) નું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વજન મર્યાદાના ઉલ્લંઘનને કારણે ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ સિલ્વર મેડલ આપવાની માંગણી સાથે કરેલી અપીલને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)એ ફગાવી દીધી છે. જણાવી દઇએ કે, CASએ વિનેશની અપીલને ફગાવી દીધી છે. આ નિર્ણયથી ભારતમાં શોકની લહેર ફરી વળી છે. IOAના પ્રમુખ પીટી ઉષાએ આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે. IOA માને છે કે વજનના ઉલ્લંઘન માટે રમતવીરને સંપૂર્ણ રીતે અયોગ્ય ઠેરવવું એ સંપૂર્ણ તપાસને પાત્ર છે.

વિનેશની નિવૃત્તિ

આ ઘટનાથી ભારે મનોવૈજ્ઞાનિક આઘાત અનુભવનારી વિનેશે કુસ્તીને અલવિદા કહી દીધું છે. તેઓ ઓલિમ્પિકના ઇતિહાસમાં કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બનવાની નજીક હતી. IOA હજુ પણ વિનેશના સમર્થનમાં છે અને આગળના કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહી છે. IOA રમતમાં ન્યાય અને નિષ્પક્ષતાની હિમાયત કરવાનું ચાલુ રાખશે.

શું થયું હતું?

પેરિસ ઓલિમ્પિકની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ગોલ્ડ મેડલ મેચ પહેલા, વિનેશ (Vinesh) નું વજન નિર્ધારિત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. આ કારણે તેમને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) અને વિનેશ બંને આ નિર્ણયથી નારાજ હતા. વિનેશે CASમાં અપીલ કરી હતી કે તેમને ઓછામાં ઓછો સિલ્વર મેડલ આપવામાં આવે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : CAS ચુકાદો તરફેણમાં આપે તો Vinesh Phogat ને સિલ્વર મેડલ કન્ફર્મ, વકીલ વિદુષ્પત સિંઘાનિયાનો દાવો

Whatsapp share
facebook twitter