Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

T20 World Cup: આ તસવીરો જોઇ તમને પણ ચડી જશે જીતનો…

04:10 PM Jun 25, 2024 | Vipul Pandya

T20 World Cup : અફઘાનિસ્તાન T20 વર્લ્ડ કપ 2024 ( T20 World Cup ) ની સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. રાશિદ ખાન પઠાણની ટીમે ટુર્નામેન્ટની છેલ્લી સુપર-8 મેચમાં બાંગ્લાદેશને હરાવીને ક્વોલિફાય કર્યું હતું. અફઘાનિસ્તાને પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ સેમિફાઈનલમાં પહોંચતા જ ઉત્સાહ આવેલા અફઘાનિસ્તાનના લોકો ઘર અને ઓફિસો તથા દુકાનોની બહાર આવી ગયા હતા અને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.

અફઘાનિસ્તાનના રસ્તાઓ પર ઉજવણી કરવા માટે હજારોની ભીડ

અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચતાની સાથે જ અફઘાનિસ્તાનના રસ્તાઓ પર ઉજવણી કરવા માટે હજારોની ભીડ એકઠી થઈ ગઈ હતી, જેની તસવીરો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જ શેર કરી હતી.

લોકોની ભીડને કારણે રસ્તાઓ બ્લોક

તસવીરોમાં જોઈ શકાય છે કે લોકોની ભીડને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. રસ્તાઓ પર ભીડ એટલી હદે એકઠી થઈ ગઈ હતી કે ઉભા રહેવાની પણ જગ્યા દેખાતી ન હતી. જો કે મજબૂરીમાં આ ભીડને હટાવવા માટે અફઘાન સરકાર દ્વારા વોટર બ્રિગેડનો ઉપયોગ કરવામાં આવ્યો.

અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો

તમને જણાવી દઈએ કે આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં માત્ર 115/5 રન બનાવ્યા હતા, પરંતુ આ ટીમ માટે વિનિંગ ટોટલ સાબિત થયું હતું.

બાંગ્લાદેશ 17.5 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ

લક્ષ્યનો પીછો કરતી વખતે, બાંગ્લાદેશની ઇનિંગ્સ દરમિયાન વરસાદે ઘણી વખત દખલ કરી, જેના કારણે તેમને DLS હેઠળ 19 ઓવરમાં 114 રનનો સુધારેલ લક્ષ્ય આપવામાં આવ્યો. બાંગ્લાદેશ 17.5 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

આ પણ વાંચો—- અફઘાનિસ્તાનની આંધીમાં ખોરવાયું બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયાના સફરનો પણ આવ્યો અંત

આ પણ વાંચો– શું AFGHANISTAN ની ટીમે મેચ જીતવા માટે કરી હતી CHEATING?

આ પણ વાંચો— T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયા સહિત 3 ટીમો સેમિફાઇનલમાં, ચોથી ટીમ કઇ હશે?