Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હરભજનસિંહે આપી ગેરી કર્સ્ટનને સલાહ, કહ્યું- પાકિસ્તાનમાં સમય ન બગાડો

12:04 PM Jun 18, 2024 | Hardik Shah

T20 World Cup 2024 માંથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) બહાર થઇ ગઇ છે. આ ટૂર્નામેન્ટમાં જે રીતે પાકિસ્તાનની ટીમ રમી છે તે જોયા પછી સંપૂર્ણ ટીમને બદલવાની વાતો પણ થઇ રહી છે. જોકે, આ ખરાબ પ્રદર્શન પર પાકિસ્તાનના કોચ ગેરી કર્સ્ટને (Pakistan coach Gary Kirsten) એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આ ટીમ એકબીજામાં વહેંચાયેલી છે એટલે કે બાબર આઝમ (Babar Azam) ની આગેવાની હેઠળની ટીમમાં કોઈ એકતા નથી અને ખેલાડીઓની કુશળતા અને ફિટનેસ પણ આંતરરાષ્ટ્રીય ધોરણથી દૂર છે. કર્સ્ટને તેમના નિરાશાજનક T20 વર્લ્ડ કપ અભિયાન (T20 World Cup Campaign) દરમિયાન એકબીજાને ટેકો ન આપવા બદલ પાકિસ્તાની ખેલાડીઓની ટીકા કરી અને કહ્યું કે તેણે ટીમમાં આવું ઝેરી વાતાવરણ ક્યારેય જોયું નથી. જેના પર હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ગેરી કર્સ્ટનને સલાહ આપી છે.

ત્યાં તમારો સમય બગાડો નહીં ગેરી… : હરભજનસિંહ

પાકિસ્તાનના મુખ્ય કોચ ગેરી કર્સ્ટને ટીમમાં ચાલી રહેલા જૂથવાદને લઈને સનસનીખેજ નિવેદન આપ્યું છે. તેમણે એક શોમાં કહ્યું કે, પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજાને સપોર્ટ નથી કરી રહ્યા, જેના કારણે ટીમમાં એકતા નથી. તેમના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​હરનભજન સિંહે સોમવારે પોતાના મિત્ર ગેરી કર્સ્ટનને એક સંદેશ મોકલીને પાકિસ્તાન ટીમના મુખ્ય કોચ પદ પરથી હટી જવા માટે કહ્યું હતું. કર્સ્ટને યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલી ટુર્નામેન્ટ પહેલા પાકિસ્તાનના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો પરંતુ ટીમ પ્રથમ રાઉન્ડમાં યુએસ અને ભારત સામે હારી જતાં તેઓ નિરાશ થયા હતા. જેના પર હરનભજન સિંહે મજાકમાં કર્સ્ટનને તેમના નેતૃત્વમાં 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ સાથે કોચિંગની ભૂમિકા પાછી લેવા કહ્યું. હરભજને ‘X’ પર લખ્યું, “ત્યાં તમારો સમય બગાડો નહીં ગેરી… ટીમ ઈન્ડિયાના કોચિંગ પર પાછા આવો.” ગેરી કર્સ્ટન દુર્લભ લોકોમાંના એક.. અમારી 2011ની ટીમમાં એક મહાન કોચ, માર્ગદર્શક, પ્રામાણિક અને ખૂબ જ પ્રિય મિત્ર.. 2011 વર્લ્ડ કપના અમારા વિજેતા કોચ. ખાસ વ્યક્તિ ગેરી કર્સ્ટન.”

ભજ્જીએ પાકિસ્તાની ટીમની આ હાલત જોઇ આપી સલાહ

ઉલ્લેખનીય છે કે, ગેરી કર્સ્ટને 2011 વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમને કોચિંગ આપ્યું હતું. એમએસ ધોનીની કપ્તાની અને કર્સ્ટનના કોચિંગ હેઠળ ભારતે બીજો વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભજ્જી પણ આ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. ગેરી કર્સ્ટનને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જ્યારે ભજ્જીએ પાકિસ્તાની ટીમની આ હાલત જોઈ તો તેમણે ગેરીને આ કરવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો – પાકિસ્તાનના કેપ્ટને T20 World Cupમાં રચ્યો ઈતિહાસ, ધોનીનો તોડ્યો આ રેકોર્ડ

આ પણ વાંચો – T20 ક્રિકેટમાં પ્રથમ વખત  બન્યું આવું, આ બોલરે 4 ઓવરમાં 0 રન આપી 3 વિકેટ ઝડપી