Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

T20 World Cup : કેમ ભારતને મળ્યા વધારાના 5 રન..?

11:55 AM Jun 13, 2024 | Vipul Pandya

T20 World Cup : ભારત અને અમેરિકા વચ્ચે ગઇ કાલે રમાયેલી T20 World Cup મેચમાં એક ક્ષણ એવી આવી, જ્યારે ટીમ ઈન્ડિયાને મફતમાં 5 રન આપવામાં આવ્યા હતા. વાસ્તવમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા નિયમ ‘સ્ટોપ ક્લોક’ અનુસાર અમેરિકાને 5 રનની પેનલ્ટી આપવામાં આવી હતી. આ પેનલ્ટી હેઠળ ટીમ ઈન્ડિયાને 5 રન આપવામાં આવ્યા હતા. પણ આ ‘સ્ટોપ ક્લોક’ નિયમ શું છે?

‘સ્ટોપ ક્લોક’ નિયમ શું છે?

‘સ્ટોપ ક્લોક’ નિયમ મુજબ, જો બોલિંગ ટીમ નવી ઓવરની શરૂઆતમાં ત્રણ વખત એક મિનિટથી વધુ સમય લે છે, તો તેને 5 રનનો દંડ ફટકારવામાં આવશે. T20 વર્લ્ડ કપ 2024માં બોલિંગ ટીમે એક મિનિટની અંદર બીજી ઓવર શરૂ કરવી પડશે. જો ટીમ એક કે બે વાર આમ કરવામાં નિષ્ફળ જાય તો તેમને ચેતવણી આપવામાં આવે છે, પરંતુ ત્રીજા પ્રયાસમાં બોલિંગ કરનાર ટીમ પર 5 રનનો દંડ લાદવામાં આવે છે. પેનલ્ટી તરીકે, બેટિંગ ટીમના ખાતામાં 5 રન ઉમેરાય છે.

15મી ઓવર પછી અમેરિકાને પેનલ્ટી

તમને જણાવી દઈએ કે ગઇ કાલની ભારત સામેની મેચમાં 15મી ઓવર પૂરી થયા બાદ અમેરિકા પર 5 રનની પેનલ્ટી લગાવવામાં આવી હતી. 15મી ઓવર સુધીમાં, અમેરિકાને નવી ઓવર શરૂ કરવામાં ત્રણ વખત એક મિનિટથી વધુ સમય લાગ્યો હતો, જેના કારણે તેને 5 રનની પેનલ્ટી આપવામાં આવી હતી.

સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ શાનદાર ઇનિંગ્સ રમી

અમેરિકા વિરૂદ્ધ રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા અમેરિકાને 20 ઓવરમાં 8 વિકેટે 110 રન સુધી મર્યાદિત કરી દીધા. આ દરમિયાન ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

ટીમ ઇન્ડિયાની જીત

ત્યારબાદ 111 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 18.2 ઓવરમાં 3 વિકેટે જીત મેળવી લીધી હતી. વિરાટ કોહલી (00) અને રોહિત શર્મા (03)ના રૂપમાં ટીમ ઈન્ડિયાએ 2.2 ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 8મી ઓવરમાં રિષભ પંત પણ 18 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ અતૂટ ભાગીદારી કરી અને ટીમને વિજય રેખા પાર પહોંચાડી. બંનેએ ચોથી વિકેટ માટે 67* (65) રન જોડ્યા. સૂર્યાએ 49 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા અને દુબેએ 35 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 31* રન બનાવ્યા.

આ પણ વાંચો— ARSHDEEP SINGH : અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ,આ રેકોર્ડ પોતાના નામે કર્યો