Sunil Chhetri Retirement : જ્યારે પણ વાત ભારતીય ફૂટબોલની કરવામાં આવે છે ત્યારે સુનિલ છેત્રીનું નામ જ સૌથી પહેલા સામે આવે છે. ભારતના આ ફૂટબોલ આઇકન હવે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી રહ્યા છે. સુનિલ છેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની નિવૃતિની જાહેરાત કરી છે. 39 વર્ષના સુનીલ છેત્રીએ ભારત તરફથી રમતા ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ભારતીય ફૂટબોલને નવી ઓળખ આપનાર હવે ભારત માટે હવે રમતા જોવા નહીં મળે તે ખરેખર ફૂટબોલ ફેન્સ માટે ખૂબ જ દુખદ છે. સુનીલ છેત્રીએ તેની 20 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 145 મેચ રમી છે જેમાં તેણે 93 ગોલ કર્યા છે.
સોશિયલ મીડિયામાં ભાવુક વિડીયો કર્યો શેર
સુનિલ છેત્રીએ પોતાના નિવૃતિની ઘોષણા એક વિડીયો સાથે કરી છે. આ વિડીયોમાં સુનિલ ઘણો ભાવુક પણ જોવા મળ્યો હતો. ભારતીય કેપ્ટને 9 મિનિટનો આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે હું તમને કંઈક કહેવા માંગુ છું…
Sunil Chhetri એ ભારત માટે 145 મેચ રમી છે
આ 39 વર્ષીય ભારતીય ફૂટબોલરે 12 જૂન 2005ના રોજ પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પ્રવેશ કર્યો હતો અને તે જ મેચમાં ભારત માટે તેનો પ્રથમ ગોલ પણ કર્યો હતો. સુનીલ છેત્રીએ તેની 20 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 145 મેચ રમી છે જેમાં તેણે 93 ગોલ કર્યા છે.
ભારત માટે ઘણા રેકોર્ડ્સ SUNIL CHHETRI એ પોતાના નામે કર્યા
ભારતીય ફૂટબોલના ચમકતા સિતારા અને કપ્તાન સુનિલ છેત્રીએ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. સુનિલ છેત્રીએ કુલ 6 વખત AIFF પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. સુનિલને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રી જેવા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મંચ પર, છેત્રી એએફસીમાં ખિતાબ જીતનાર ભારતીય ટીમોનો ભાગ રહ્યો છે. વધુમાં 2008માં ચેલેન્જ કપ, 2011 અને 2015માં SAFF ચેમ્પિયનશિપ, 2007, 2009 અને 2012માં નેહરુ કપ તેમજ 2017 અને 2018માં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપનો ભાગ સુનિલ છેત્રી રહ્યા છે.
સર્વકાલીન ટોચના સ્કોરર
સુનિલ છેત્રી ભારતના સર્વકાલીન ટોચના સ્કોરર અને સૌથી વધુ કેપ્ડ ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને વિદાય આપશે. સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે લિજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી ત્રીજા સ્થાને છે.
ભારત હાલમાં ગ્રુપ Aમાં બીજા સ્થાને
આવતા મહિને છેલ્લી ઈન્ટરનેશનલ ટૂરમાં જઈ રહેલી ભારત હાલમાં ગ્રુપ Aમાં બીજા સ્થાને છે. તેઓ ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ચાર પોઈન્ટ સાથે લીડર કતારને પાછળ રાખે છે. કુવૈત 3 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
આ પણ વાંચો : SRH VS GT : આજની મેચ હૈદરાબાદ માટે PLAY OFF સુધી પહોંચવાની ચાવી સમાન તો GT માટે શાખની લડાઈ