Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RR VS PBKS : કપ્તાન SAM CURRAN ના ઓલરાઉંડ પ્રદર્શને અપાવી પંજાબને શાનદાર જીત, RR ના હાથે લાગી વધુ એક હાર

11:59 PM May 15, 2024 | Harsh Bhatt

IPL ની 65મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. આ મુકાબલો ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયો હતો જેમાં પંજાબની ટીમે શાનદાર જીત મેળવી છે. પંજાબ માટે હવે પ્લેઓફના દરવાજા એક તરફ બંધ થઈ ગયા છે ત્યારે તેમણે IPL 2024 પ્લેઓફમાં ક્વોલિફાય કરી ચૂકેલી રાજસ્થાન રોયલસને (RR) હાર આપી છે. રાજસ્થાનની (RR) ટીમે આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 144 રન બનાવ્યા હતા અને આ લક્ષ્યનો પીછો પંજાબની ટીમે સરળતાથી કર્યો હતો અને આ મેચમાં 5 વિકેટથી વિજય મેળવ્યો હતો. રાજસ્થાનની ટીમની આ સતત ચોથી હાર છે, પરંતુ તે 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને યથાવત છે.

રાજસ્થાન ફક્ત 144 માં સમેટાયું

આ મેચમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગની પસંદગઈ કરી હતી. પંજાબ કિંગ્સે બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે રાજસ્થાનને નવ વિકેટે 144 રન પર રોકી દીધું હતું. રાજસ્થાન માટે કોઈ બેટ્સમેન મહત્વપૂર્ણ યોગદાન આપી શક્યા ન હતા. રાજસ્થાન માટે ફટ રિયાન પરાગે 34 બોલમાં 48 રન બનાવ્યા હતા. પંજાબ માટે સેમ કરન, હર્ષલ પટેલ અને રાહુલ ચાહરએ 2-2 વિકેટ ઝડપી હતી. ત્યારે અર્શદીપ સિંહ અને નેથન એલિસએ 1-1 વિકેટ ઝડપી હતી.

કપ્તાન SAM CURRAN નો શાનદાર દેખાવ

બીજી તરફ પંજાબના કેપ્ટન સેમ કુરાનના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટે હરાવીને જીતનો સ્વાદ ચાખ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતાં પંજાબની શરૂઆત કઈ ખાસ ન રહી હતી. શરૂઆતના આંચકાઓ બાદ પંજાબે કરણના 41 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 63 રનની મદદથી જીત મેળવી હતી. કરન ઉપરાંત રૂસો અને જીતેશ શર્માએ 22 રન બનાવ્યા હતા.ત્યારે આશુતોષ શર્મા 11 બોલમાં 17 રન બનાવીને અણનમ રહ્યો હતો. રાજસ્થાન તરફથી અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલે બે-બે વિકેટ લીધી હતી.

પંજાબ હજી પણ 10 પોઈન્ટ સાથે નવમા સ્થાને

આ મેચ બાદ રાજસ્થાનની ટીમ હવે 13 મેચ બાદ આઠ જીત અને પાંચ હાર સાથે 16 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે જ્યારે પંજાબની ટીમ 13 મેચમાં પાંચ જીત અને આઠ હાર સાથે 10 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. રાજસ્થાનની છેલ્લી મેચ ટેબલ-ટોપર્સ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે છે, જ્યારે પંજાબને હવે સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો : Federation Cup 2024: પેરિસ ઓલિમ્પિક પહેલા Neeraj Chopra એ Gold Medal હસ્તક કર્યો