Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

T20 World Cup 2024 : ભારતની જીત સાથે ગુજરાત જશ્નમાં તરબોળ, ઠેર ઠેર ઉજવણીનો અનોખો માહોલ

12:12 AM Jun 30, 2024 | Vipul Sen

T20 વિશ્વકપમાં (T20 World Cup 2024) સાઉથ આફ્રિકાને (South Africa) હરાવી ભારતીય ક્રિકેટ ટીમ 13 વર્ષ પછી ફરી એકવાર ‘વિશ્વ વિજેતા’ બન્યું છે. ટી 20 વર્લ્ડ કપની (T20 World Cup 2024) ફાઇનલ મેચમાં ભારે રસાકસી બાદ ભારતે રોમાંચક જીત હાંસલ કરી છે. ભારતની જીતની સાથે જ ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશમાં ખુશીની લહેર પ્રસરી છે. ગુજરાતના વિવિધ સ્થળે લોકોએ ઘરની બહાર નીકળી ફટાકડા ફોડી, ઢોલ નગાળા સાથે જશ્ન મનાવી રહ્યા છે.

ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad), જામનગર, રાજકોટ (Rajkot), સુરત, વડોદરા (Vadodara), જૂનાગઢ સહિત વિવિધ સ્થળો પર લોકો જાહેર રસ્તા પર ઉતરી જશ્ન મનાવી ખુશી વ્યક્ત કરી છે. અગાઉ ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જ્યારે, હવે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપનો પણ બે વખત (2007, 2024) ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011 માં વર્લ્ડ કપ (ODI) જીત્યો હતો. હવે 13 વર્ષ પછી ટીમે વર્લ્ડ કપ (T20) જીત્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણીનો દ્રશ્યો જુઓ આ અહેવાલ…..

 

આ પણ વાંચો – T20 World Cup 2024 : દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત 13 વર્ષ પછી ફરી બન્યું ‘વિશ્વ વિજેતા’

આ પણ વાંચો – T20 WORLD CUP: કોને મળશે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ? જાણો

આ પણ વાંચો – IND VS SA: રોહિત-વિરાટે રચ્યો ઈતિહાસ,T20I ક્રિકેટમાં કર્યું આ મોટું કારનામું