Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

KKR vs RCB : રોમાંચક મેચમાં KKRએ RCBને એક રનથી હરાવ્યું

08:42 PM Apr 21, 2024 | Hiren Dave

KKR vs RCB: આજે (રવિવાર) IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને એક રનથી હરાવ્યું છે. આજે આઈપીએલની 36મી મેચ કોલકાતા બેંગલોર વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મેચમાં બેંગલોરને જીત માટે 223 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 20 ઓવરમાં 222 રન પર સમેટાઈ ગઈ.કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટ પર 222 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરે છેલ્લા બોલ પર ત્રણ બનાવવાના હતા, પરંતુ ટીમ એક જ રન બનાવી શકી અને તેને હારનો સામનો કરવો પડ્યો. બેંગલોરના વિલ જેક્સ અને રજત પાટીદાર વચ્ચે થયેલી સેન્ચુરી પાર્ટનરશીપ અને કરણ શર્માના છેલ્લી ઓવરમાં શાનદાર પ્રદર્શન છતા 20 ઓવરમાં ટીમ 221 રન બનાવીને આઉટ થઈ ગઈ.

શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી

કોલકાતા માટે શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. તો રસેલ અને રમનદીપ સિંહે અંતમાં જબરદસ્ત ઈનિંગ રમીને બેંગલોરને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલોરની શરૂઆત સારી ન હતી, પરંતુ જેક્સે 32 બોલ પર 55 રન અને રજત પાટીદારે 52 રનની ઈનિંગ રમીને આરસીબીને સાચવી રાખી. જોકે, આંદ્રે રસેલ અને સુનીલ નરેને વચ્ચેની ઓવરોમાં સતત બેંગલોરની વિકેટ ઝડપી અને કેકેઆરની મેચમાં ફરી વાપસી કરાવી.

વિરાટ કોહલીને આઉટ આપવા પર વિવાદ?

વિરાટ કોહલીને ફુલ ટોસ બોલ પર આઉટ આપવામાં આવ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે વિરાટ કોહલી આઉટ છે કે નોટઆઉટ? જ્યારે બોલ તેની કમરની ઊંચાઈની આસપાસ દેખાતો હતો. ખુદ વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત હતો કે તે કેવી રીતે આઉટ થયો? અમ્પાયરે આઉટ આપતા જ કોહલી ગુસ્સે ભરાયો હતો. તે અમ્પાયર પાસે પહોંચી ગયો અને દલીલ કરવા લાગ્યો હતો. ત્યારબાદ તુરંત તે ડ્રેસિંગ રૂમ તરફ જવા લાગ્યો હતો. અહીં તેમણે ગ્લોવ્સથી ડસ્ટબીનને પાડી દીધું હતું.

રોયલ ચેલેન્જર્સ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ સિરાજ.

કોલકાતા નાઈટ રાઈડર્સના : ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કેપ્ટન), વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

આ પણ  વાંચો દિલ્હીને હરાવી હૈદરાબાદની ટીમે CSK અને KKR ને આપ્યો ઝટકો, Points Table માં મોટો ફેરફાર

આ પણ  વાંચો – Asian Olympic Qualifier : વિનેશ ફોગાટને મળી મોટી સફળતા,પેરિસ ઓલિમ્પિક માટે 50 કિલો કેટેગરીમાં મેળવ્યું સ્થાન