Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

INDW vs AUSW : વનડે અને T20 સીરિઝ માટે ટીમની જાહેરાત, આ બે યુવા ખેલાડીને વનડેમાં મળી એન્ટ્રી

06:09 PM Dec 25, 2023 | Vipul Sen

મુંબઈમાં રમાયેલ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ઓસ્ટ્રેલિયા સાથે 3-3 મેચની વન ડે અને ટી20 સીરિઝ રમશે. આ માટે સોમવારે એટલે કે 25 ડિસેમ્બરે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં ડેબ્યૂ કરનારી શ્રેયંકા પાટિલને વનડે ટીમમાં સામેલ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચમાં શ્રેયંકાએ 5 વિકેટ ઝડપી હતી અને સીરિઝના ત્રીજા અને અંતિમ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પણ રહી હતી.

શ્રેયંકા સિવાય સ્પિનર સાયકા ઈશાકને પણ વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. ઇસાક એ પણ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20થી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. શ્રેયંકા અને ઇશાક બંનેએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમની ફાસ્ટ બોલર તિતાસ સાધુને ટી20 અને વનડે ટીમ બંનેમાં જગ્યા મળી છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ભારતીય ટીમ 1977 પછી ઓસ્ટ્રેલિયાને હરાવનારી પ્રથમ ભારતીય કેપ્ટન બની હતી. જણાવી દઈએ કે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો હતો.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 28, 30 ડિસેમ્બર અને 2 જાન્યુઆરીએ ત્રણ વનડે મેચ રમાશે. જ્યારે નવી મુંબઈમાં ડૉ. ડી.વાય. પાટીલ સ્પોર્ટ્સ એકેડમી 5, 7 અને 9 જાન્યુઆરીએ ત્રણ T20 મેચોની યજમાની કરશે.

વન ડે ટીમ :

હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના (VC), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (wk), રિચા ઘોષ (wk), અમનજોત કૌર, શ્રેયંકા પાટિલ, મન્નત કશ્યપ, સાયકા ઈશાક, રેણુકા સિંહ ઠાકુર, તિતાસ સાધુ, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, હરલિન દેઓલ

ટી20 ટીમ:

હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના (VC), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (wk), રિચા ઘોષ (wk), અમનજોત કૌર, શ્રેયંકા પાટિલ, મન્નત કશ્યપ, સાયકા ઈશાક, રેણુકા સિંહ ઠાકુર, તિતાસ સાધુ, પૂજા વસ્ત્રાકર, કનિકા આહુજા, મિન્નુ મણિ

 

આ પણ વાંચો – પગમાં પ્લાસ્ટર સાથે સૂર્યકુમાર યાદવે શેર કર્યો Video, વાપસીને લઈને કહી આ વાત