- રશિયાને મળ્યો ઉત્તર કોરિયાનો સાથ
- 12,000 સૈનિકો મોકલવામાં આવ્યા
- દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ બેઠક યોજી
રશિયા (Russia) અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશ આ યુદ્ધમાં નિર્ણાયક લીડ લઈ શક્યો નથી. એક તરફ પશ્ચિમી દેશો યુક્રેનને સતત હથિયારો સપ્લાય કરી રહ્યા છે. તો હવે રશિયા (Russia)ને પણ યુદ્ધમાં મોટી મદદ મળી છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા (Russia)ની મદદ માટે હજારો સૈનિકો મોકલ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને કિમ જોંગની મુલાકાત થઈ હતી અને બંને દેશોએ ઘણા મોટા કરાર કર્યા હતા.
કેટલા સૈનિકો મોકલવામાં આવ્યા?
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે, ઉત્તર કોરિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયા (Russia)ની મદદ માટે 12,000 સૈનિકો મોકલ્યા છે. દક્ષિણ કોરિયાની યોનહાપ ન્યૂઝ એજન્સીએ શુક્રવારે આ જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સીએ નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS)ના ઈનપુટ્સને ટાંકીને કહ્યું કે ઉત્તર કોરિયાના સૈનિકો રશિયા (Russia)ની મદદ માટે રવાના થઈ ચૂક્યા છે. જો કે, NIS એ આ સમાચારની તાત્કાલિક પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો : UAE ના એક પત્રકારે Vande Bharat Sleeper નો વીડિયો શેર કરીને….
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ બેઠક યોજી હતી…
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ રશિયા (Russia)ની મદદ માટે ઉત્તર કોરિયાના સૈનિકો મોકલવાના મુદ્દે ઈમરજન્સી બેઠક યોજી છે. રાષ્ટ્રપતિ યુન સુક યેઓલના કાર્યાલયે જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિએ આપાતકાલીન બેઠકની અધ્યક્ષતા કરી છે. અત્યાર સુધી સરકારે એ વાતની પુષ્ટિ કરી નથી કે તેણે ઉત્તર કોરિયા દ્વારા સૈનિકો મોકલવાના સમાચારને પ્રમાણિક માન્યા છે કે નહીં.
આ પણ વાંચો : આ દેશમાં દરરોજ ઉત્પન્ન થતા કરચાનું દરરોજ નિકાલ થાય છે, જુઓ Video
ઓસ્ટ્રેલિયા યુક્રેનને ટેન્ક આપશે…
બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ યુક્રેનને તેની 49 જૂની M1A1 અબ્રામ્સ ટેન્ક આપવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સે કહ્યું છે કે યુક્રેને થોડા મહિના પહેલા તેને આ ટેન્ક આપવા માટે વિનંતી કરી હતી. માર્લ્સે કહ્યું કે ઓસ્ટ્રેલિયન સરકાર યુક્રેનને તેની મોટાભાગની અમેરિકન બનાવટની M1A1 ટેન્ક આપી રહી છે, જેની કિંમત 245 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (163 મિલિયન યુએસ ડોલર) છે. તેઓને ઓસ્ટ્રેલિયામાં 75 નેક્સ્ટ જનરેશન M1AK2 ટેન્કના કાફલા દ્વારા બદલવામાં આવશે.
આ પણ વાંચો : Sunrise ના સમયે સુર્યની પ્રથમ કિરણ પૃથ્વની આ ધરાને સ્પર્શ કરે છે