+

ગુજરાતના પ્રતિષ્ઠિત શ્રી સિદ્ધિ ગૃપની બન્ને પાંખોને મળી આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિ

યુનાઈટેડ કિંગડમના હાઉસ ઓફ કોમન્સ એટલે કે (લંડનની સંસદમાં ) યોજાયેલી એવૉર્ડ સેરેમની “એશિયન યુકે બિઝનેસ એવૉર્ડ 2023” માં શ્રી સિદ્ધિ ગૃપ ઓફ કંપનીઝને એક નહીં પણ બબ્બે મોંઘેરા સન્માન…
યુનાઈટેડ કિંગડમના હાઉસ ઓફ કોમન્સ એટલે કે (લંડનની સંસદમાં ) યોજાયેલી એવૉર્ડ સેરેમની “એશિયન યુકે બિઝનેસ એવૉર્ડ 2023” માં શ્રી સિદ્ધિ ગૃપ ઓફ કંપનીઝને એક નહીં પણ બબ્બે મોંઘેરા સન્માન મળ્યાં.
 ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઈન્ડિયાને મળ્યું છે સાત સમંદર પાર સન્માન.
આઈડિયાઝ ફોર ઈન્ડિયા કૉન્ફરન્સ અંતર્ગત આ એવૉર્ડ સેરેમની યોજાઈ જેમાં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઈન્ડિયાએ મેળવ્યો ધ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા હાઉસ ઈન ઈન્ડિયાનો મહામુલો એવોર્ડ તો બીજી તરફ શ્રી સિદ્ધિ ગૃપ ઓફ કંપનીઝની  રિયલ એસ્ટેટ એકમને પણ મળ્યો વિશિષ્ટ એવોર્ડ. શ્રી સિદ્ધિ ગૃપને મોસ્ટ ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ કંપની ઈન ઈન્ડિયા એવૉર્ડથી સન્માનિત કરાઈ. બંને સન્માન શ્રી સિદ્ધિ ગૃપ વતી એમ.ડી. શ્રી જસ્મીનભાઈ પટેલે સ્વીકાર્યાં.
Whatsapp share
facebook twitter