Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન સંકટ પર રાહુલ ગાંધીએ ભારત સરકારને કરી આ અપીલ

08:16 PM May 05, 2023 | Vipul Pandya

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે દ્વારકા આવવાના છે. જ્યા કોંગ્રેસની ચિંતન શિબિરના બીજા દિવસે હાજરી આપશે. મળી રહેલી માહિતી અનુસાર, રાહુલ ગાંધી દ્વારકા પહોંચી ગયા છે. જોકે, આ પહેલા તેમણે યુક્રેન મુદ્દે એક ટ્વીટ કર્યું હતુ.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો વિડીયો શેર કર્યો છે. તેમણે કેન્દ્ર સરકારને વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢવાની વ્યવસ્થા કરવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, બંકરોમાં ભારતીય વિદ્યાર્થીઓના દ્રશ્યો હેરાન કરે તેવા છે. ઘણા વિદ્યાર્થીઓ પૂર્વ યુક્રેનમાં ફસાયેલા છે, જ્યાં ભયાનક હુમલા થઈ રહ્યા છે.

કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેઓ વિદ્યાર્થીઓના સંબંધિત પરિવારના સભ્યો સાથે ઉભા છે. જણાવી દઈએ કે રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે પોતાના પ્રયત્નો તેજ કરી દીધા છે, આ ક્રમમાં શનિવારે સવારે મુંબઈ એરપોર્ટથી રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ માટે એક ફ્લાઈટ રવાના થઈ છે. ફ્લાઇટ નંબર AI1943 એ આજે ​​સવારે લગભગ 3.40 વાગ્યે મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. 
આ ફ્લાઈટ દ્વારા 470 વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવશે. આ પછી 1 ફ્લાઈટ હંગેરીથી દિલ્હી પહોંચશે. વળી, એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ્સ રોમાનિયાથી દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે, જે પણ ભારતીય નાગરિકો રોડ માર્ગે યુક્રેન-રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા છે. તેઓને ભારત સરકારના અધિકારીઓ બુકારેસ્ટ લઈ જશે, જેથી તેઓને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ દ્વારા ઘરે લાવી શકાય.