- Surat Police કમિશનરને કડક સૂચનાઓ આપવામાં આવી
- ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સૂચના પણ આપવામાં આવી
- અત્યાર સુધીમાં 14 આરોપીઓની અટકાયત લેવામાં આવી છે
Surat: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાત્કાલિક પગલાં લેતા સુરત પોલીસ કમિશનરને કડક સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે તમામ આરોપીઓને આજે રાત્રે જ ઝડપી લેવા અને શાંતિ વિક્ષેપક તત્વોને ઝડપીને જેલમાં મૂકવા માટે આદેશ આપ્યો છે. આ સાથે, ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સૂચના પણ આપવામાં આવી છે.
સુરત પોલીસ કમિશનરે રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન શરૂ
નોંધનીય છે કે, ગૃહ રાજ્યમંત્રીએ આપેલા આદેશ બાદ, Surat પોલીસ કમિશનરે રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે ઘર-ઘર જઈને તપાસ કરીને અત્યાર સુધીમાં 14 લોકોની અટકાયત કરી છે. પંડાલમાં સર્જાયેલ તણાવને દૂર કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા એક્શનમાં લાવ્યા છે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી જે 14 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તે તમામ આરોપીઓ સગીર વયના હોવાનું સામે આવ્યું છે.
કોઈપણ અસામાજિક તત્વોને બક્ષવામાં નહીંઃ સુુરત પોલીસ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઘટનાક્રમ પર ગંભીર નજર રાખી છે અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપી દીધા છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે, આજે Suratમાં કોઈપણ અસામાજિક તત્વોને બક્ષવામાં નહીં આવે અને પથ્થરમારાના પ્રયાસોને તાકીદે અને દંડ આપવામાં આવશે. નોંધનીય છે કે, અત્યાર સુરતમાં એક હજારનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે સર્વેલન્સ કરી રહ્યો છે. આ સાથે પોલીસે 14 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રકારની અફવાઓથી દુર રહો.