Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ SKULL AUTO ને રસ્તા પર ભાગતી જોઈ ભલભલા ડરી જશે, જુઓ VIDEO

03:45 PM Jul 20, 2024 | Harsh Bhatt

દુનિયામાં ઘણા અજીબો ગરીબ વાહનો તમે રસ્તા ઉપર જોયા હશે. દુનિયામાં ઘણા એવા જુગાડી લોકો છે જે જુગાડ કરીને એકદમ અવનવું જ વસ્તુ લોકો સામે રજૂ કરતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર આ જુગાડના ઘણા વિડીયો પણ જોયા હશે. જુગાડ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થાય છે, જેને જોયા પછી લોકોને વિચિત્ર અને અનોખા જુગાડ વિશે ખબર પડે છે. ક્યારેક કોઈ સિમેન્ટ અને ઈંટોનો ઉપયોગ કરીને ઘરમાં વોશિંગ મશીન બનાવે છે તો કોઈ લિફ્ટ જેવું સ્કૂટર બનાવે છે. આવા તો ઘણા અવનવા પ્રયોગો આપણે સોશિયલ મીડિયા ઉપર જોતા હોઈએ છીએ. હવે આ અહેવાલમાં જે જુગાડ તમને બતાવવા જઈ રહ્યા છે. તે તમને ચોક્કસપણે વિચારવા માટે મજબૂર કરી દેશે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે SKULL AUTO

તમે રસ્તા ઉપર ઘણી વખત અતરંગી વાહનો જોયા હશે. ઘણા અતરંગી રીતે મોડીફાઈ કરાયેલા હોય છે, તો ઘણાના કલર્સ અને ડિઝાઇન અવનવા હોય છે. હાલમાં આ કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વ્યક્તિએ SKULL AUTO એટલે કે ખોપડીના આકારની રિક્ષા બનાવી છે. આવી SKULL AUTO જો રસ્તા ઉપર તમે રાત્રિના સમય દરમિયાન જોઈ જાઓ તો તમે ચોક્કસ ડરી જશો.

સોશિયલ મીડિયા ઉપર હાલમાં ઘણું વાયરલ થઈ રહેલું આ વાહન નીતિનંબરણીકર નામના એકાઉન્ટ ઉપરથી શેર કરાય છે. હાલ સુધીમાં આ વિડીયોને 7 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો આ SKULL AUTO ઉપર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો : Bangladesh Violence : હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાંથી વધુ 13 વિદ્યાર્થીઓ ભારત આવ્યા…