Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હવે ખાનગી યુનિવર્સિટીના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિનો લાભ

06:47 AM Apr 26, 2023 | Vipul Pandya

હવે ખાનગી યુનિ.ના SCના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળવાપાત્ર રહેશે. આ શિષ્યવૃતિ સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના હેઠળ ચૂકવામાં આવશે. રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા SC વિધાર્થીઓને આ લાભ મળશે. રાજ્યભરમાં ખાનગી યુનિવર્સિટીઓમા નોન એફ.આર.સી. કોર્સમાં અભ્યાસ કરતાં અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવા માટે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગે પરિપત્ર કર્યો છે.આ વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે.
કોરોનાના કારણે ઘણાં વિદ્યાર્થીઓને ભણવાનું છોડી દેવું પડે તેવી પરિસ્થિતિ
ફી નિર્ધારણ કમિટીએ જે કોર્સની ફી નિયત કરવામાં આવે છે ,વર્ષ 2020-21 માટે ફી નક્કી કરવામાં આવી નથી જેના કારણે વિદ્યાર્થીઓને હાલમાં શિષ્યવૃત્તિનો લાભ મળતો ન હતો. તંત્રએ વિદ્યાર્થીઓ પાસેથી કોલેજે નિયત કરેલી ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવી હતી. કોરોનાના કારણે પણ આર્થિક નબળા વર્ગના ઘણા વિદ્યાર્થીઓને ભણવાનું છોડી દેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. 
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો
 ફી રેગ્યુલેટરી કમિટી જ્યારે ફી નક્કી કરે છે ત્યારે તે મુજબ ફી શિષ્યવૃત્તિ તરીકે ચૂકવવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખાનગી યુનિવર્સિટીઓમાં અંદાજે 70 જેટલા કોર્ષ ભણાવાય છે . આ પહેલાં સરકારે આવા  વિદ્યાર્થીઓને 2019- 20ની શિષ્યવૃત્તિ ચૂકવી હતી. પરંતુ વર્ષ 2020-21 થી બાકીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ ચૂકવાઈ નથી. આવા વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ અટકી ન પડે તેના માટે અનેક રજૂઆતો બાદ સરકારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.