Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Saurashtra Politics : બે પાટીદાર દિગ્ગજ વચ્ચે સંઘાણી કરાવશે સમાધાન! સંકેત મળતા ચર્ચાઓ વેગવંતી

04:01 PM Sep 06, 2024 |
  1. સૌરાષ્ટ્રનાં રાજકારણ અંગે સૌથી મોટા સમાચાર
  2. નરેશ પટેલ-જયેશ રાદડિયા સમાધાન ફૉર્મ્યૂલા આગળ વધી
  3. જયેશ રાદડિયાએ દિલીપ સંઘાણીને આપ્યો સૂચક સંકેત
  4. દિલીપ સંઘાણીએ સમાધાન માટે કરી હતી પહેલ

સૌરાષ્ટ્રનાં રાજકારણમાંથી (Saurashtra Politics) સૌથી મોટા સમાચાર આવ્યા છે. નરેશ પટેલ (Naresh Patel) અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન ફૉર્મ્યુલા આગળ વધી હોવા તેવા એંધાણ મળ્યા છે. જયેશ રાદડિયાએ દિલીપ સંઘાણીને સૂચક સંકેત આપ્યો હોવાની માહિતી સામે આવી છે. દાવો કરાઈ રહ્યો છે કે દિલીપ સંઘાણી સાથે જયેશ રાદડિયાએ (Jayesh Raddia) વાતચીત કરી ‘તમે જે કરો એમાં મને કોઈ વાંધો નથી’ તેમ કહ્યું છે.

આ પણ વાંચો – Ahmedabad : કરોડોની કિંમતનું ડ્રગ્સ ટ્રકમાં ભરી ઓડિશાથી ત્રણ શખ્સો અમદાવાદ આવ્યા અને..!

નરેશ પટેલ-જયેશ રાદડિયા સમાધાન ફૉર્મ્યૂલા આગળ વધી!

ગુજરાતનાં બે પાટીદાર (Patidar) આગેવાન જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વિવાદ જગજાહેર છે. જો કે, હવે સૌરાષ્ટ્રનાં રાજકારણમાંથી (Saurashtra Politics) સૌથી મોટા સમાચાર આવ્યા છે. એવી ચર્ચા છે કે ખોડલધામનાં (Khodaldham) નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાનની ફૉર્મ્યુલા આગળ વધી રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે જયેશ રાદડિયાએ દિલીપ સંઘાણી (Dilip Sanghani) સાથે વાતચીતમાં સૂચક સંકેત આપ્યા છે. દિલીપ સંઘાણી સાથે વાતચીત દરમિયાન જયેશ રાદડિયાએ ‘તમે જે કરો એમાં મને કોઈ વાંધો નથી’ તેમ કહ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

આ પણ વાંચો – Surat : ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘જળસંચય અભિયાન’ નો શુભારંભ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા

નરેશ પટેલ પણ સમાધાન માટે તૈયાર હોવાની ચર્ચા

જ્યારે બીજી તરફ એવી પણ વાત ચર્ચામાં છે કે નરેશ પટેલ પણ સમાધાન માટે તૈયાર છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલીપ સંઘાણીએ બન્ને વચ્ચે રહેલા ખટરાગને દૂર કરવાની વાત કરી હતી. સાથે સમજાવીને પોતાની મધ્યસ્થીથી બંને વચ્ચે સમાધાન કરવાનું જણાવ્યું હતું. રાજકોટમાં (Rajkot) ઓગસ્ટ મહિના દરમિયાન યોજાયેલા પાટીદાર સમાજનાં (Patidar Samaj) સન્માન સમારોહમાં દિલીપ સંઘાણીએ આ વાત કરી હતી.

આ પણ વાંચો – Gujarat CM ભૂપેન્દ્ર પટેલે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેની CGDCR માં જોગવાઈઓનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો