- મુંબઈ માટે સરફરાઝ ખાને રમી શાનદાર ઇનિંગ
- સરફરાઝ ખાને બેવડી સદી ફટકારી
- ઈરાની કપમાં મુંબઈ માટે બેવડી સદી ફટકારનાર ખાન પ્રથમ ખેલાડી
Sarfraz Khan : મંગળવાર 1 ઓક્ટોબરથી રમાઈ રહેલી ઈરાની ટ્રોફી (Irani TrophyI માં સરફરાઝ ખાને એક એવો રેકોર્ડ (Record) બનાવ્યો છે. સરફરાઝ ખાન (Sarfraz Khan) ને બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની પ્લેઈંગ ઇલેવનમાં જગ્યા મળી નહોતી. હવે તેણે આ કપમાં તે ઉણપની ભરપાઈ કરી લીધી છે અને એક એવી ઇનિંગ રમી છે જે વર્ષો સુધી તેને અને તેના ફેનને યાદ રહેશે. તે મુંબઈ ટીમ માટે સૌથી મોટો મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. દર વર્ષે ઈરાની કપની મેચ રણજી ટ્રોફી વિજેતા અને બાકીના દેશના ખેલાડીઓની બનેલી ટીમ વચ્ચે યોજાય છે. ઈરાની કપ 2024માં, મુંબઈએ સરફરાઝની બેવડી સદીની મદદથી 9 વિકેટના નુકસાન પર 536 રન બનાવ્યા છે.
સરફરાઝ ખાને બેવડી સદી ફટકારી રચ્યો ઇતિહાસ
બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમના પ્લેઈંગ ઇલેવનમાં સરફરાઝ ખાનને તક મળી નહોતી. જે વાતને પાછળ છોડી સરફરાઝ ખાને જે કરી બતાવ્યું છે તે વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. જીહા, ઈરાની ટ્રોફીમાં મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મેચ રમાઈ રહી છે. જેના બીજા દિવસે સરફરાઝ ખાને બેવડી સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેની બેવડી સદીની મદદથી મુંબઈએ આ મેચમાં 500થી વધુ રન બનાવ્યા હતા. સરફરાઝને બાંગ્લાદેશ સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તક આપવામાં આવી હતી. પરંતુ તે અંતિમ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો. પરંતુ હવે સરફરાઝે ઈરાની ટ્રોફીમાં પોતાની પ્રતિભા બતાવી છે. બીજા દિવસની રમતના અંત સુધી સરફરાઝ 276 બોલમાં 221 રનની ઇનિંગ રમીને અણનમ રહ્યો હતો. તેના નામે 25 ચોગ્ગા અને 4 છગ્ગા છે. બેવડી સદી પૂરી કર્યા બાદ સરફરાઝે ખાસ રીતે ઉજવણી કરી હતી. સદીની ઉજવણી દરમિયાન તેણે તાવીજને ચુંબન કર્યું અને ભવ્ય રીતે ઉજવણી કરી હતી. સરફરાઝ ખાનની બેવડી સદીના આધારે મુંબઈએ બીજા દિવસની રમતના અંત સુધીમાં 536/9 રન બનાવી લીધા છે. જ્યારે બાકીના ભારત માટે મુકેશ કુમારે સૌથી વધુ 4 વિકેટ લીધી છે.
ઈરાની કપમાં મુંબઈ માટે બેવડી સદી ફટકારનારો પ્રથમ ખેલાડી
ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે મુંબઈની શરૂઆત સારી રહી ન હતી. પૃથ્વી શો અને આયુષ મ્હાત્રે વહેલા પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી હાર્દિક તામોર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સુકાની અજિંક્ય રહાણે અને સરફરાઝ ખાને શાનદાર ભાગીદારી કરી હતી. રહાણે 97 રન બનાવીને આઉટ થયો હતો અને માત્ર 3 રનથી તેની સદી ચૂકી ગયો હતો. જ્યારે સરફરાઝે એક છેડેથી રન બનાવવાનું ચાલુ રાખ્યું અને બેટિંગનું સારું ઉદાહરણ રજૂ કર્યું. અત્યાર સુધીમાં તેણે 276 બોલમાં 221 રન બનાવ્યા છે જેમાં 24 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. સરફરાઝ ઈરાની કપમાં મુંબઈની ટીમ માટે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા મુંબઈનો કોઈ ખેલાડી ઈરાની કપની મેચમાં બેવડી સદી ફટકારી શક્યો ન હતો.
ઈરાની કપમાં પાંચમો સૌથી વધુ સ્કોર બનાવ્યો
સરફરાઝ ખાન ઈરાની કપની મેચમાં 221 રન બનાવીને પાંચમો સૌથી વધુ સ્કોરર બની ગયો છે. તેણે અનુભવી રવિ શાસ્ત્રી અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને પાછળ છોડી દીધા છે. ઈરાની કપમાં, શાસ્ત્રીએ 1990માં બાકીના ભારત માટે 217 રનની ઈનિંગ રમી હતી અને યશસ્વી જયસ્વાલે 2023માં બાકીના ભારત માટે 213 રનની ઈનિંગ રમી હતી. હવે જો સરફરાઝ ત્રીજા દિવસે વધુ રન બનાવશે તો તે પ્રવીણ આમરે અને સુરેન્દ્ર અમરનાથને પણ પાછળ છોડી શકે છે. ઈરાની કપમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ વસીમ જાફરના નામે છે. તેણે વર્ષ 2018માં બાકીના ભારત માટે 286 રનની ઇનિંગ રમી હતી.
ઈરાની કપમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેનઃ
- વસીમ જાફર- 286 રન
- મુરલી વિજય- 266 રન
- પ્રવીણ અમરે- 246 રન
- સુરેન્દ્ર અમરનાથ- 235 રન
- સરફરાઝ ખાન- 221 રન
- રવિ શાસ્ત્રી- 217 રન
- યશસ્વી જયસ્વાલ- 213 રન
આ પણ વાંચો: ICC Test Rankings માં બુમરાહ, કોહલી અને જયસ્વાલને સૌથી મોટો ફાયદો