Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sabarkantha : બોરીયા-સીતવાડામાં પૈસાની અદાવત રાખી ધમકી અપાતાં સામસામી ફરીયાદ

06:37 PM Oct 02, 2024 |

Sabarkantha : પ્રાંતિજ (Prantij) તાલુકાના સીતવાડા-બોરીયાની સીમમાં પૈસાની ઉઘરાણી બાબતે તથા ગીરો જમીનના નાણાં અંગે બે દિવસ અગાઉ બંને પક્ષો વચ્ચે થયેલા ઝઘડા બાદ મંગળવારે મામલો પ્રાંતિજ પોલીસ સ્ટેશન (Police Station) માં પહોંચ્યો હતો જયાં પોલીસે બંને પક્ષોની ફરીયાદને આધારે પાંચ જણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

આ અંગે બોરીયા-સીતવાડા ગામના રાજેશકુમાર અંબાલાલ પંચાલે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેમણે તેમના સગાવ્હાલા પાસેથી અંદાજે રૂ.૧પ લાખ લઈને બેચરસિંહ હરિસિંહ રાઠોડને અપાવ્યા હતા જે અંગે વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા પરત ન આપીને બેચરસિંહ રાઠોડ, કિશોરસિંહ બેચરસિંહ રાઠોડ અને કૃષ્ણપાલસિંહ ભીખુસિંહ રાઠોડે અદાવત રાખીને ગત તા.૩૦ સપ્ટેમ્બરના રોજ રાજેશકુમાર પંચાલને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ સાથે રાજેશકુમાર પંચાલે ત્રણેય વિરૂધ્ધ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ

તો બીજી તરફ તેજ દિવસે કિશોરસિંહ બેચરસિંહ રાઠોડે પણ સામી ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ રાજેશકુમાર અંબાલાલ પંચાલ અને મંજુલાબેન રાજેશકુમાર પંચાલે કિશોરસિંહ પાસે રહેલ ગીરો જમીન તેમની હોવાનું કહીને રાજેશકુમાર પંચાલ તથા મંજુલાબેને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ સાથે મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સામી ફરીયાદ નોંધાવી હતી.

અહેવાલ — યશ ઉપાધ્યાય, સાંબરકાંઠા

આ પણ વાંચો — Chhota Udepur : નવરાત્રીમાં અભયમની ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે