Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયન રાષ્ટ્રપતિ પુતિને પરમાણુ ફોર્સને હાઇ એલર્ટ રહેવાના આદેશ આપ્યા

06:23 AM Apr 28, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે ચાાલી રહેલું યુદ્ધ હવે વધારે તણાવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગયું છે. પશ્ચિમી દેશોનું સંગઠન ‘નાટો’ (NATO) રશિયા પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યું છે અને તેના પર વિવિધ આર્થિક પ્રતિબંધો લાદી રહ્યું છે. આ સિવાય નાટો પણ રશિયાને લઈને મોટા મોટા નિવેદનો આપી રહ્યું છે. આ બધા કારણોસર રશિયન રાષ્ટ્રપતિ પુતિને પરમાણુ શસ્ત્રોને તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. પુતિને પરમાણુ ફોર્સેને હાઇ એલર્ટ પર રહે માટેનો આદેશ આપ્યો છે. જેના કારણ વિશ્વ પર  પરમાણું યુદ્ધનું જોખમ ઉભું થયું છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના આ  આદેશના પગલે દુનિયાની ચિંતામાં વધારો થયો છે.
રવિવારે ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને જણાવ્યું હતું કે નાટોના મુખ્ય સભ્ય દેશોએ આક્રમક નિવેદનો આપ્યા છે અને પશ્ચિમી દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. પુતિને રશિયાના રક્ષામંત્રી અને ચીફ ઓફ મિલિટ્રી જનરલ સ્ટાફને પરમાણુ ફોર્સને લડાઇ માટે તૈયાર રાખવાનો આદેશ આપ્યો હતો. યુક્રેન પર હુમલા પહેલા જ પોતાના ભાષણમાં પુતિને દુનિયાના તમામ દેશોને ધમકી આપી હતી કે જો તેઓ આમાં દખલ કરવાનો પ્રયાસ કરશે તો તેમની પાસે હથિયાર પણ છે. પુતિનના ઈરાદાઓથી સ્પષ્ટ છે કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.
અમેરિકા સહિત નાટો પ્રમુખે આ નિર્ણયને ખતરનાક ગણાવ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના નિર્ણયોથી ખતરનાક સ્થિતિ સર્જી રહ્યા છે. તો નાટો પ્રમુખે કહ્યું કે પરમાણુ ફોર્સને એલર્ટ પર રાખવી એ રશિયાનો ખતરનાક અભિગમ છે. પુતિનનું આ ખતરનાક અને બેજવાબદાર વલણ છે. 
આ બધા વચ્ચે રશિયા અને યુક્રેન વાતચીત માટે પણ તૈયાર થયા છે. રશિયા અને યુક્રેનના પ્રતિનિધિ મંડળ વાતચીત માટેના નક્કી થયેલા સ્થળ પર જવા નિકળી ગયા છે. જો કે હજુ વાતચીત શરુ નથી થઇ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રવિવારે બેલારુસના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી હતી. ઝેલેન્સકીએ બેલારુસના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ રશિયા સાથે બિનશરતી વાતચીત માટે તૈયાર છે. ઝેલેન્સકીએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ મંત્રણા બેલારુસમાં નહીં થાય. અમે બેલારુસ સરહદ પર વાતચીત માટે તૈયાર છીએ.